એસએચઆરપી વુમન્સ વિન્ગ દ્વારા ક્રાઉન એચઆર સર્વિસીસ ના સહયોગથી આમોદર ગામ ખાતે ઓરલ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન નું આયોજન થયું

એસએચઆરપી વુમન્સ વિન્ગ દ્વારા ક્રાઉન એચઆર સર્વિસીસ ના સહયોગથી આમોદર ગામ ખાતે ઓરલ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન નું આયોજન થયું

*ગ્રામજનોને મોઢા અને દાંતના સ્વાસ્થ્ય  અંગે ની જાણકારી આપવામાં આવી*

એસએચઆરપી અને વુમન્સ વિન્ગ દ્વારા ક્રાઉન એચઆર સર્વિસીસ ના સહયોગથી  આજ રોજ તારીખ: ૩ જાન્યુઆરી 2021 ના રોજ આમોદર ગામ, વાઘોડિયા ખાતે મહિલાઓ દાંતના સ્વાસ્થ્ય અને સારવાર અર્થે *ઓરલ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન* નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત  શહેરના ખ્યાતનામ ડેન્ટલ  સર્જન અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વિષ્ણુ રાઠોર, ડોક્ટર ઉષા રાઠોર અને તેમની ટીમ  ઉપસ્થિત રહી હતી. તેમજ  તેઓની ટીમ દ્વારા ઉપસ્થિત મહિલાઓને દાંત અને ઓરલ સ્વાસ્થ્ય અંગેની  વિસ્તૃત જાણકારી આપી હતી. તેમજ  દાતના  રોગો અંગે અને તેની સારવાર અંગેની ની મહત્વની જાણકારી  આપી હતી.

આજના કાર્યક્રમમાં ગામની 50 થી વધુ મહિલાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત તેઓને પ્રવર્તમાન કોરોના ની મહામારી વિશેની વિસ્તૃત જાણકારી આપી તેઓને  પોતાનું, પરિવારનું અને સમગ્ર ગ્રામજનોના ના સારા સ્વાસ્થ્ય ની જાગૃતતા માટે સંકલ્પ લેવડાવ્યો હતો, એમ વુમન્સ વિન્ગ ના કમીટી મેમ્બર *વંદના પરમાર અને મનિષા રોહિતે* વાતચીતમાં જણાવ્યું હતું.

વિશેષ માં એસએચઆરપી અને વુમન્સ વિન્ગ દ્વારા ક્રાઉન એચઆર સર્વિસીસ ના સહયોગથી આમોદર ગામ ના વિકાસ ને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. જે અંતર્ગત આવનારા સમયમાં સ્ત્રી સશક્તિકરણ અને મહિલા વિકાસ અર્થે ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરત મંદ મહિલાઓ માટે વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય, શિક્ષણ, પ્રેક્ટીકલ તાલીમ, વ્યક્તિગત વિકાસ અને રોજગારલક્ષી કાર્યક્રમો કરી મહિલાઓનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે. તેમજ ગ્રામજનોને પૂરતી સુવિધા આપી આમોદર ગામ ને એક મોડલ ગામ તરીકે નજીકના ભવિષ્યમાં વિકસિત કરવામાં આવશે.