વાઘજીપુર કોલેજના અધ્યાપકને ગુજરાત યુનિવર્સિટી દ્વારા PHDની પદવી અપાઈ

વાઘજીપુર કોલેજના અધ્યાપકને ગુજરાત યુનિવર્સિટી દ્વારા PHDની પદવી અપાઈ
જીજ્ઞેશ શાહ
વાઘજીપુર કોલેજના અધ્યાપકને ગુજરાત યુનિવર્સિટી દ્વારા PHDની પદવી અપાઈ
વાઘજીપુર કોલેજના અધ્યાપકને ગુજરાત યુનિવર્સિટી દ્વારા PHDની પદવી અપાઈ

જીજ્ઞેશ શાહ શહેરા

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે આવેલી શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટસ કોલેજમાં ફરજ બજાવતા અને શહેરા તાલુકાના મીઠાલી ગામના વતની એવા આસિસ્ટન્ટ પ્રોફેસર કનુભાઈ ફતેસિંહ પરમારને ગુજરાત યુનિવર્સિટી દ્વારા P.H.Dની પદવી આપવામા આવી છે.તેમને ડો અરૂણ વાઘેલાના માર્ગદર્શન હેઠળ" ગુજરાતના આદિવાસીઓમાં સામાજીક પરિવર્તન-૧૯૨૦ થી ૧૯૪૭" વિષય પર મહાશોધનિબંધ તૈયાર કર્યો હતો.આ શોધનિબંધ સમાજને ઉપયોગી થશે.સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે ફળદાયી થશે.P.H.Dની પદવી મેળવવા બદલ 
કોલેજના આચાર્ય ડો.અશોક બારીયા તેમજ કોલેજ અધ્યાપક ગણ અને સ્ટાફગણ તરફથી અભિનંદન પાઠવ્યા હતા.