શહેરા નગર મા વધતી જતી ઠંડી વચ્ચે તસ્કરોનું આગમન ,શિયાળાની કકડતી ઠંડીમાં ચોર ટુકડી ધીમે ધીમે સક્રિય થઈ રહી હોવાથી આ વિસ્તારના નગરજનોમાં ફફડાટ

શહેરા નગર મા વધતી જતી ઠંડી વચ્ચે તસ્કરોનું આગમન ,શિયાળાની કકડતી ઠંડીમાં ચોર  ટુકડી ધીમે ધીમે સક્રિય થઈ રહી હોવાથી આ વિસ્તારના  નગરજનોમાં ફફડાટ
જીજ્ઞેશ શાહ
શહેરા નગર મા વધતી જતી ઠંડી વચ્ચે તસ્કરોનું આગમન ,શિયાળાની કકડતી ઠંડીમાં ચોર  ટુકડી ધીમે ધીમે સક્રિય થઈ રહી હોવાથી આ વિસ્તારના  નગરજનોમાં ફફડાટ

જીગ્નેશ શાહ  શહેરા

શહેરા નગર મા વધતી જતી ઠંડી વચ્ચે તસ્કરોનું આગમન થયું છે.નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં પોલીસ પોઇન્ટ થી બસો મીટર દૂર આવેલ ગ્રીન પાર્ક સોસાયટી મા રહેતા  કિકા ભાઈ  ગરવાલ પોતાના વતન દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વડવાસ ખાતે ગયા હતા ત્યારે તેમના બંધ મકાનને અજાણ્યા ચોરોએ દરવાજાનુ તાળું  તોડીને અંદર પ્રવેશ કરીને ચોરીને અંજામ આપ્યો હતો. શિયાળાની કકડતી ઠંડીમાં ચોર  ટુકડી ધીમે ધીમે સક્રિય થઈ રહી હોવાથી આ વિસ્તારના  નગરજનોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ પોઇન્ટ થી થોડે દૂર ચોર ટુકડીએ ચોરી કરીને પોલીસ ને પડકાર ફેંકતા હોય તેમ લાગી રહયુ છે.પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ સાથે આ વિસ્તારમાં ફરીથી ચોરીના થાય તે માટે ના પ્રયાસો હાથધરી ને ચોરોને પકડી પાડે તેવી આ વિસ્તારની સોસાયટીના રહીશો ઇચ્છી રહયા છે..