ગોધરા ખાણખનીજ વિભાગના કર્મચારી સામે આખરે ગુન્હો નોંધાયો.

ગોધરા ખાણખનીજ વિભાગના કર્મચારી સામે આખરે ગુન્હો નોંધાયો.

જીજ્ઞેશ શાહ શહેરા

ગોધરા ખાણખનીજ વિભાગના કર્મચારી સામે આખરે ગુન્હો નોંધાયો. 

પંચમહાલ જીલ્લાના ખાણખનીજ વિભાગના  જુનિયર ક્લાર્કની કારમાથી પાચ લાખ ઉપરાંતની બિન હિસાબી રકમ મળી આવવાના મામલે આખરે એસીબીએ સકંજો કસ્યો છે.જેમા જુનિયર ક્લાર્ક શૈલેષકુમાર અમૃતલાલ પટેલ સામે ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ મૂજબનો ગુન્હો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસીબીના સુત્રો તરફથી મળતી માહિતી અનૂસાર એક જાગૃત નાગરિક દ્વારા એસીબીના ટોલ ફ્રી નંબર પર ફોન કરીને ગોધરા ખાણખનીજ વિભાગના એક કર્મચારી  વાહનમાં ગેરકાયદેસર રીતે મેળવેલ ખાનગી લાંચની રકમ લઈને ગોધરાથી ગાંધીનગર તરફ લઈ જતા હોવાની બાતમી આપી હતી.
એસીબીની વિવિધ બે ટીમો બનાવીને  ગોધરા-અમદાવાદ, ગાંધીનગર તરફ જતા રોડ પર  વોચ ગોઠવામાં આવી હતી.જેમા વાવડી બુર્ઝગ ટોલનાકા પાસે આવેલી એક સ્વીફટ ડીઝાયર કારને રોકીને ચાલકને પુછપરછ કરતા  તેનૂ નામ શૈલેષ કુમાર અમૃતલાલ પટેલ અને ખાણખનીજ વિભાગ,ગોધરા ખાતે જુનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતો હોવાનૂ જણાવ્યુ હતૂ.તેમની કારની ઝડતી કરતા એક રીવોલ્વર મળી આવી હતી.તે સર્દભ એસીબીએ પુછતા તે પરવાનાવાળી હોવાનુ જણાવ્યુ હતુ.એસીબીએ કારની ડીકી તપાસતા એક કાળા કલરની બેગમાં ચલણી નોટોના જુદાજુદા બંડલો સાથેની કુલ ૫,૧૪,૧૦૦ લાખ રૂપિયાની રકમ મળી આવી હતી.આ સંર્દભ પુછપરછ કરતા કોઈ જવાબ આપ્યો ન હતો.ત્યારબાદ પંચમહાલ એસીબી પોલીસ મથકે જાણવા જોગ એન્ટ્રી નોધી તપાસ કરતા જુનિયર ક્લાર્ક શૈલેષ પટેલે કોઈ સંતોષ કારક ખુલાસો કે આધારપુરાવો રજુ કર્યો નથી.આથી લોકફરજ અયોગ્ય તથા અપ્રામાણિક રીતે બજાવીને રોકડ રકમ ૫,૧૪,૧૦૦ મેળવીને ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હોવાનૂ બહાર આવતા ભ્રષ્ટ્રાચાર અધિનિયમ ૧૯૮૮( સુધારા ૨૦૧૮)ની કલમ-૭ મૂજબ ગૂન્હો નોંધવામા આવેલ છે.
હાલ આ મામલાની તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ કે.વી.લાકોડ કરી રહ્યા છે.લાંચની રકમ લઈ કારમા લઇ જવાનો કિસ્સો 
પહેલો નથી  પણ આ પહેલા એસીબીની ટીમે (૧) રાજેશ વાલજીભાઈ પટેલ, પ્રાદેશિક અધિકારી,ગૂજરાત પોલ્યુશન કંન્ટ્રોલબોર્ડ,સુરત(૨)ભાયાભાઈ ગીગાભાઇસુત્રેજા,પ્રાદેશિક અધિકારી,ગૂજરાત પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડ,જામનગર (૩) પંકજભાઈ પરસોત્તમભાઈ શેઠ,ડેપ્યૂટીઇજનેર.જીઆઈડીસી, અંકલેશ્વર ને પણ વાહનમા ભ્રષ્ટાચારથી મેળવેલા નાણા લઈને નીકળ્યા હોવાની બાતમીના આધારે ઝડપી પાડવામા આવ્યા હતા.