શહેરા માર્કેટીંગ યાર્ડ પાસે પાછલા કેટલાક સમયથી પણ પાનમના પીવાના પાણીની લાઈન લીકેજ

શહેરા માર્કેટીંગ યાર્ડ પાસે પાછલા કેટલાક સમયથી પણ પાનમના પીવાના પાણીની લાઈન લીકેજ
જીજ્ઞેશ શાહ
શહેરા માર્કેટીંગ યાર્ડ પાસે પાછલા કેટલાક સમયથી પણ પાનમના પીવાના પાણીની લાઈન લીકેજ

જીજ્ઞેશ શાહ શહેરા

શહેરા માર્કેટીંગ યાર્ડ પાસે પાછલા કેટલાક સમયથી પણ પાનમના પીવાના પાણીની લાઈન નુ લીકેજ ની કામગીરી યોગ્ય રીતે નહી થતા છાશવારે લીકેજ થાય છે. હાઈવે માર્ગ ઉપર લીકેજ પાણી ની લાઈન  ઉપર માટી ના ઢગલા સાથે પથ્થર જોવા મળતા વાહન ચાલકોને અકસ્માત નો ભય સતાવી રહયો છે..


પાનમના પીવાના પાણીની લાઈન પાનમ જળાશય થી ગોધરા સુધી એટલે  અંદાજિત ૪૦ કિ.મી  સુધી  લાબી છે. આ પાનમ ની પીવાના પાણી ની લાઈન શહેરા નગર અને ગોધરાની પંચામૃત ડેરી સાથે 52 જેટલા ગામો ને બારે માસ પીવા માટે પાણી પુરૂ પાડે છે. પાછલા કેટલાક મહિનાઓ થી અનેક જગ્યાએ  પાનમ ની પીવાના પાણીની ની લાઇન લીકેજ હોવાના કારણે પાણી નો વેડફાટ થતો અટકી શક્યો નથી.હાલ માં શહેરા લુણાવાડા હાઇવે માર્ગ ઉપર માર્કેટીંગ યાર્ડ પાસે વાહનોથી સતત ધમધમતો હાઇવે માર્ગ ઉપર પાનમ ની પાણીની લાઈન  લીકેજ ની  જગ્યાએ ચાર દિવસ થી માટીના ઢગલા સાથે મોટા પથ્થર જોવા મળી રહયા છે. આ હાઇવે માર્ગ   દિલ્હી બોમ્બ ને જોડતો હોવાથી રાત્રી અને દિવસ દરમિયાન એક  હજાર  થી વાહનો પસાર થતા હોય છે.હાઇવે માર્ગ પર ના માટીના ઢગલા ના કારણે કોઈ મોટી ઘટના અહી બને તે પહેલા સબંધિત  તંત્ર આ બાબતે ગંભીરતા લેવામા આવે તે અત્યંત જરૂરી છે. પાણી પુરવઠા વિભાગ લીકેજ પાણીની લાઈન ની મરામત યોગ્ય રીતે કરવામાં પણ આળસ કરતા હોય તેના કારણે પાણીનો વેડફાટ થતો અટકી શક્યો નથી..