શહેરાની એસ.જે.દવે હાઈસ્કૂલમાં કોરોના વેક્સીન અંગે ડ્રાય રનનું આયોજન કરાયું

શહેરાની એસ.જે.દવે હાઈસ્કૂલમાં કોરોના વેક્સીન અંગે ડ્રાય રનનું આયોજન કરાયું
જીજ્ઞેશ શાહ
શહેરાની એસ.જે.દવે હાઈસ્કૂલમાં કોરોના વેક્સીન અંગે ડ્રાય રનનું આયોજન કરાયું
શહેરાની એસ.જે.દવે હાઈસ્કૂલમાં કોરોના વેક્સીન અંગે ડ્રાય રનનું આયોજન કરાયું

આરોગ્ય વિભાગના ૩૦ જેટલા કર્મચારીઓને રસી મુકવાની મોકડ્રિલ યોજવામાં આવી હતી. 

સમગ્ર ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના વેકસીન સંદર્ભે ડ્રાય રન નું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શહેરા આરોગ્ય કચેરી દ્વારા  શ્રીમતી એસ.જે.દવે.હાઇસ્કુલ ખાતે કોરોના રસીકરણની પૂર્વ તૈયારીના ભાગરૂપે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંત અધિકારી જય બારોટે રસીકરણ બૂથની મુલાકાત લીધી હતી અને જિલ્લા ક્ષય અધિકારી તેમજ  ડ્રાય રનના નોડલ અધિકારી પરમજીત બરૂઆ સાથે તાલુકા આરોગ્ય અધિકારી ડો ભરત ગઢવીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને ત્યાં સ્થાપિત ત્રણ ઓરડાઓમાં ઉભી કરાયેલી વ્યવસ્થાથી અવગત કરવામાં આવ્યા હતા.આરોગ્ય વિભાગના ૩૦ જેટલા કર્મચારીઓને કોરોના વેક્સીન આપતા હોય એ પ્રમાણેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.  આવનાર દિવસોમાં તાલુકામાં લોકો સુધી વેક્સિન પહોંચે તે માટેનું આયોજન આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

                                બોક્સ
      
            સર્વે પૂર્ણ થતાં શહેરા તાલુકામાં આગામી ટૂક સમયમાં જ કોરોના  રસીકરણ ના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે જેમાં રસીકરણ માટે તાલુકામાં ૨૪૦ બૂથો ઉભા કરવામાં આવ્યા છે સૌ પ્રથમ રસીકરણ આરોગ્ય,પોલીસ,આંગણવાડી બહેનો અને તેડાગર બહેનો મળી ૧૩૦૦ જણને કરવામાં આવશે ત્યારબાદ ૫૦ વર્ષથી નીચેના અને બીમારી ધરાવતા ૧૦૬૨ લોકોને અને અંતમાં ૫૦ વર્ષથી ઉપરના ૫૨૩૪૦ લોકોને રસીકરણ કરવામાં આવશે
      ડો. ભરત ગઢવી 
       તાલુકા આરોગ્ય અધિકારી. શહેરા