ગાંધી નિર્વાણદિન શહીદ દિન નિમિત્તે શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી ખાતે વિવિધ રીતે ઉજવણી કરવામા

ગાંધી નિર્વાણદિન શહીદ દિન નિમિત્તે શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી ખાતે વિવિધ રીતે ઉજવણી કરવામા
જીજ્ઞેશ શાહ
ગાંધી નિર્વાણદિન શહીદ દિન નિમિત્તે શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી ખાતે વિવિધ રીતે ઉજવણી કરવામા
ગાંધી નિર્વાણદિન શહીદ દિન નિમિત્તે શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી ખાતે વિવિધ રીતે ઉજવણી કરવામા

જીજ્ઞેશ શાહ શહેરા

તાજેતરમાં 30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણદિન શહીદ દિન નિમિત્તે શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી ખાતે વિવિધ રીતે ઉજવણી કરવામા આવેલ . બરાબર 11 વાગ્યે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યુ હતું.  આ પ્રસંગે  ઈન્દ્રવદન પરમારે  ગાંધીબાપુના જીવન કવન તથા શહીદો વિશે વિદ્યાર્થીઓને સમજ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યમાં શાળા આચાર્ય તથા શિક્ષકો જોડાયા હતા તથા આઝાદી ચળવળના સમયમાં ગાંધી બાપુનું યોગદાન અને શહીદી તથા રાષ્ટ્રપિતા તરીકે તેમના સેવાકાર્યો બાબતે સુંદર માહિતી પ્રદાન કરી હતી.
વધુમાં આ રાષ્ટ્રીય કામગીરી માટે ઈન્દ્રવદન પરમાર સાથે દિવસ ભર સાથે સહભાગી થયેલ રાયસીંગપુરા પ્રાથમિક શાળા ના શિક્ષક અને દાંડીયાત્રી મહેન્દ્રકુમાર પરમાર 'ફોરમ' ગાંધી વિચાર ધારા  વિશે યુવાનોને સમજ આપવામાં આવી હતી તથા ઝુંપડપટ્ટી વિસ્તારોમાં પત્રિકા વિતરણ અને પોસ્ટર લગાવીને પૂજ્ય ગાંધીબાપુના રક્તપિત નિવારણ માટેના સંકલ્પને ધ્યાને લઈને ઇન્દ્રવદન પરમાર તથા મહેન્દ્રભાઈ દ્વારા રક્તપિત નિવારણ જાગ્રુતિ ઝુંબેશ ઉપાડી દિવસભર રાષ્ટ્રીય સેવાકીય કામગીરી માટે બંને શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી 
ગરીબ વિસ્તારોમાં રક્તપિત નિવારણ  જન જાગ્રુતિ લાવવા પ્રયાસો હાથ ધરાયા હતા. આ પ્રસંગે શિક્ષક   ઈન્દ્રવદન પરમાર ઈન્દુભાઈ દ્વારા જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહયોગ કરી એક રચનાત્મક શ્રદ્ધાંજલિ પૂરી પાડી હતી