દિવ્યાંગતાને જીવનમાં બાધક ન બનવા દઈ અન્ય દિવ્યાંગો માટે ઉદાહરણરૂપ બનતા શહેરા તાલુકા ના પાદરડી ગામના મહેશભાઈ બારિયા

દિવ્યાંગતાને જીવનમાં બાધક ન બનવા દઈ  અન્ય દિવ્યાંગો માટે ઉદાહરણરૂપ બનતા શહેરા તાલુકા ના પાદરડી ગામના મહેશભાઈ બારિયા
જીજ્ઞેશ શાહ

દિવ્યાંગતાને જીવનમાં બાધક ન બનવા દઈ
 અન્ય દિવ્યાંગો માટે ઉદાહરણરૂપ બનતા શહેરા તાલુકા ના પાદરડી ગામના મહેશભાઈ બારિયા 

કળા મહાકુંભ-૨૦૧૯માં સામાન્ય બાળકો સાથે
 સ્પર્ધા કરી જિલ્લામાં પ્રથમ ક્રમે રહ્યા હતા 
 
      આજે ૩ ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી આંતરરાષ્ટ્રીય સ્તરે થનાર છે ત્યારે શહેરા તાલુકાના પાદરડી ગામના એક એવા દિવ્યાંગ યુવાન વિશે વાત કરીએ જેણે પોતાની દિવ્યાંગતાને જીવનમાં ક્યાંય બાધક બનવા નથી દીધી. ગોધરાની ગાંધી બહેરા મૂંગા શાળામાં અભ્યાસ કરી ગયેલ શહેરા તાલુકાના આ ૧૯ વર્ષીય  તરૂણ  મહેશભાઈ બારિયા વિશે વાત કરતા તેમના શિક્ષક  હિરેનભાઈ ગોહિલ જણાવે છે કે પૂર્ણ રીતે મૂક-બધિર એવા મહેશ પોતાના શૈક્ષણિક કાળ દરમિયાન અને બાદમાં પણ દિવ્યાંગ બાળકો માટે એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે. શાળાના દરેક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેતા અને પંચમહાલ જિલ્લાના સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં પ્રથમ-દ્વિતીય ક્રમ મેળવતા.  સૌથી મોટી સાંસ્કૃતિક ઈવેન્ટ કહી શકાય તેવા પંચમહોત્સવની ઓપનિંગ સેરેમનીમાં ગૃપ ડાન્સના તેઓ મુખ્ય ડાન્સર રહ્યા હતા. ગત વર્ષના કળા મહાકુંભમાં પોતે મૂક બધિર હોવા છતા ચિત્ર સ્પર્ધામાં સમગ્ર પરવડી ક્લસ્ટર ત્યારબાદ ગોધરા બ્લોક અને સમગ્ર પંચમહાલ જિલ્લાના સામાન્ય વિદ્યાર્થીઓ સાથે પ્રતિયોગિતા કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને આગળ સમગ્ર પંચમહાલ જિલ્લાનું રાજ્ય સ્તરે પ્રતિનિધિત્વ કર્યુ હતું. ભરથગૂંથણ અને એમ્બ્રોઈડરીમાં નિપુણ મહેશ ગત વર્ષે ધોરણ-૮ પાસ કરી હાલમાં હાલોલ ખાતે આવેલ સેંટ ગોબેન કંપની લિમિટેડમાં માસિક ૯૫૦૦/- રૂ.ના પગાર સાથે જોબ કરીને અન્ય દિવ્યાંગો માટે પ્રશંસનીય ઉદાહરણ બની રહ્યા છે.