વડોદરા જિલ્લા સાવલી તાલુકાના વનવિભાગ ની બેદરકારી સામે આવી હતી.

વડોદરા જિલ્લા સાવલી તાલુકાના વનવિભાગ ની બેદરકારી સામે આવી હતી.
તસ્વીર-પ્રણવ પટેલ

પ્રણવ પટેલ સાવલી

સાવલી વનવિભાગ ના અધિકારીઓની નિષ્કાળજીના કારણે મુંગા પ્રાણી નીલગાય ને સમયસર  રેસ્ક્યુ  ન કરાતા આખરે વનવિભાગ ના પાપે "જા કુત્તે બિલ્લી કો માર" જેવી પરિસ્થિતિ ઉભી થતા આખરે ઘાયલ નિલગાયના બચ્ચાએ તડપી તડપીને પોતાના જીવનો ત્યાગ કર્યો હતો.


સાવલી પોઇચા રાણીયા ગામના કોતરમાં એક નિલગાયના બચ્ચાને કુતરા દ્વારા બચકા ભરી હુમલો કરી ઘાયલ કરેલ હોય એનો ફોન કોલ સાવલીના GSPCA. પર જાણ થતાં  સંસ્થાના કાર્યકર ભરતભાઈને ફોન કોલ મળતા તેઓએ તાબડતોબ પહોંચી જઈ નિલગાયના બચ્ચાને બચાવવા પ્રયત્ન હાથ ધર્યો હતો પરંતુ ગંભીર રીતે ઘાયલ થયેલા બચ્ચાની પ્રાથમિક સારવાર આપી શકાય તેમ ના હોય જેથી ભરતભાઈ દ્વારા અનિલભાઈ અને જાણ કરી સઘળી હકીકત વર્ણવતા અનિલ ભાટિયા દ્વારા સાવલી આર.એફ.ઓ કિંજલ જોશી ને જાણ કરતા પોતે હાલ રજા પર હોય ફોરેસ્ટર પટેલનો સંપર્ક કરો એવું કહેલ અને જ્યારે પટેલનો સંપર્ક કરતા કિંજલબેન નો સંપર્ક કરવો હું કઈ રસ્તો કરું છું તેમ "જા કુત્તે બિલ્લી કો માર" અને "વર મરો કન્યા મરો" મારુ તરભાણું ભરો જેવો ઘાટ ઘડતા આખરે નીલગાયને બચાવવામાં કલાકો વીતી જતા ઘાયલ બચ્ચાંએ વિભાગની આશા હતી કે આવશે અને મને બચાવશે તેવી પ્રબળ આશા સાથે સાથે ખુલ્લી આંખે ફોરેસ્ટ ખાતાની રાહ જોતા જીવ ગુમાવ્યો છે જ્યારે પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા GSPCA દ્વારા સમયસર સ્થળ પર પહોંચી જઈ નિલગાયનું બચ્ચું સક્ષમ ના  હોય જેથી તેને વડોદરા રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલાવવુ જરૂરી હોય જે આ કામગીરી ફોરેસ્ટ વિભાગને કરવાની હોય છે પરંતુ ફોરેસ્ટ ખાતું સમયસર ન પહોંચતાં અને સંસ્થા દ્વારા પહોંચી જઈ પોતાની ઉત્તમ કામગીરી નું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું પરંતુ પાંગડી નીવડેલી સાવલી ફોરેસ્ટ ના પાપે આજે અબોલ  નીલગાયનું બચ્ચું આખરે મોતને ભેટયું  હતું