સાવલી તાલુકાના ચોકીપુરા ગામની પ્રાથમિક શાળા માં શિક્ષણ કાયૅક્રમ રાખવા આવ્યો

સાવલી તાલુકાના ચોકીપુરા ગામની પ્રાથમિક શાળા માં શિક્ષણ કાયૅક્રમ રાખવા આવ્યો
સાવલી તાલુકાના ચોકીપુરા ગામની પ્રાથમિક શાળા માં શિક્ષણ કાયૅક્રમ રાખવા આવ્યો

હોમ લર્નિંગ માં શિક્ષણ કાર્ય માટે ચોકીપુરા પ્રાથમિક શાળાને ગામ લોકોના સહયોગથી લેપટોપ દાન પ્રાપ્ત થયું સમગ્ર શિક્ષા ગાંધીનગર અને વડોદરા તથા બી.આર.સી સાવલી અને સી.આર.સી ભાદરવા હેઠળની ચોકી પુરા પ્રાથમિક શાળા ના આચાર્ય ગિરીશભાઈ પટેલ ના સહયોગથી વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ શિક્ષણકાર્ય પ્રાપ્ત થાય તે માટે ગામના મંદિરના ઉપર સ્વયંસંચાલિત શિક્ષણ કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું જેમાં એચપી કંપની નું લેપટોપ ગામના બાળકો શિક્ષણ કાર્ય મેળવે જેમાં ડીડી ગીરનારના સમયપત્રકનો સંચાલન મુજબનું નિયમિત પ્રસારણ જુએ તે માટે નો નવતર પ્રયોગ લેપટોપ દાન મેળવીને કરવામાં આવ્યો છે સાથે સાથે સી.આર.સી દ્વારા મોકલવામાં આવતી link વિદ્યાર્થીના અને વાલી સુધી પહોંચે તે માટે નો
પ્રયાસ કરવામાં આવ્યો છે શાળાના શિક્ષકો દ્વારા ધોરણ 1 થી 5 ના  25 વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ શિક્ષણ મેળવે એ માટે માઇક્રોસોફ્ટ ટીમસ કયુ આર  code દીક્ષા પોર્ટલ youtube અને વોટ્સએપના માધ્યમથી થકી બાળકો સતત જોડાયેલા રહે covid-19 ગાઈડલાઈન્સ મુજબ સોશિયલ distance સાથે નિયમિત રીતે આ સ્વયં સંચાલિત લેપટોપ કેન્દ્ર પર બેસીને આખો દિવસ પોતાના સમયે પોતાની અનુકુળતાએ શિક્ષણકાર્ય પ્રાપ્ત કરે તે માટે ગામલોકો ના સહકાર થી કિંમત ૩૦,૦૦૦ રૂપિયાની સામગ્રી પ્રાપ્ત થયેલ છે આ કાર્યક્રમમાં સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી મુકેશભાઈ શર્મા એસ.એમ.સી.ના અધયક્ષ શ્રી જશપાલસિંહ   તેમજ ગ્રામ પંચાયતના સભ્ય શ્રી કનકસિંહ તથા શિક્ષણ વિદ જગદીશભાઈ તથા ગ્રામજનો હાજર રહીને આ લેપટોપ વિદ્યાર્થી અને શાળાને અર્પણ કરેલ છે આવા નવતર પહેલ થકી ચોકીપુરા પ્રાથમિક શાળામાં હોમ લર્નિંગ  શિક્ષણ પ્રાપ્ત કરે છે તે બદલ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નરેન્દ્રસિંહ વાઘેલા તથા ગૃપાચાયૅ શ્રી બાબુલાલ ચૌધરી ખુબ શુભેચ્છાઓ પાઠવેલ છે સી.આર.સી ભાદરવા ની ચોકીપુરા પ્રાથમિક શાળા ના આ નાવીન્ય સભર કામગીરીને અન્ય શાળાઓ ઉદાહરણ રૂપ બનશે તેવી શુભેચ્છા પાઠવી છે