આણંદ જિલ્લામાં અનેકો રેડ પાડવા ઉપરાંત ખનન માફિયા બન્યા બિન્દાસ્ત

આણંદ જિલ્લામાં અનેકો રેડ પાડવા ઉપરાંત ખનન માફિયા  બન્યા બિન્દાસ્ત
પ્રણવ પટેલ
આણંદ જિલ્લામાં અનેકો રેડ પાડવા ઉપરાંત ખનન માફિયા  બન્યા બિન્દાસ્ત

પ્રણવ પટેલ સાવલી

આણંદ જિલ્લા ના સારસા / ખંભોળજ તાલુકાના ખાનપુર ગામમાં આવેલ કાયદેસર અને
ગેર કાયદેસર રેતીની લીઝોમાં ચાલી રહેલું બેરોકટોક અને કોઈ હદ મર્યાદા વગર ઓવરલોડ તથા સરકારી અધિકારીઓની મીલીભગત વાળું બેફામ સમય મર્યાદા વગરનું ખનન ચાલી રહ્યું છે ત્યારે આણંદ જિલ્લાના ખાન ખનીજ વિભાગમાં અનેકો વાર રજૂઆતો કરવા છતાં ઘણા વર્ષોથી ચાલી રહેલા આ ખનીજ ચોરી ના ગોરખ ધંધાને કોઈ અસર થતી નથી એક બાજુ મહીસાગર નદી ને માતાજી નું બિરુદ આપેલું છે તો બીજી બાજુ આ ખનીજ માફિયાઓ ના પાપે વેક્યુમ મશીન ધ્વારા બે રોકટોક પોતાના માર્યાદિત માપ બહાર થી રેતી ખેંચી લઇ હાલ પોતાનો ગોરખ ધંધો ચલાવી રહ્યા છે અને આ વેકયમ પ્રેસર માં વડોદરા જિલ્લા ના સાવલી તાલુકાના વાંકાનેર નટવરનગર બહિધરા તથા ભાદરવા ના વિસ્તારને લગતી જગ્યાઓ પરથી રેતી સાથો સાથ પાણીના અન્ય જીવો પણ જીવ ગુમાવી રહ્યા હોવાની સાથે સાથે કેટલાયે વ્યક્તિઓના જીવ પણ લેવાયેલા છે વધુમાં આજ રીતે રેતી ઉલ્લેચી નાખવાના કારણે ઘણી જગ્યાઓ માં મસ મોટા ખાડાઓ પણ પડી જવા પામ્યા છે સાથે વધારે રેતી ઉલચવા માટે જે હદ બહારની રેતી ભેગી કરવાના કારણે આજુ બાજુ ના વિસ્તારમાંથી આવતા લોકો જે અહીં નદી ના પટ માં ખેતી કરી આખા વર્ષ નો રોટલો રડી ખાતા ગરીબો માણસો નો રોટલો પણ આ ખનીજ માફિયા ઓ ના કારણે જતે દિવસે ચિંવાઈ જશે આને આ બધીજ જાણકારીઓ થી વાકેફ આ સરકારી બાબુઓ જે પ્રજા અને પ્રેસ ની દલીલોને સાંભળવા છતાં ઘોર નીંદર માં સુઈ રહી દેખાડો કરવા રેડ કરી પ્રજાને દેખાડો કરવાનું ક્યારે બંધ કરશે અને રેડ કરતા બાબુઓ જાણે રેડની જાન આવતા પહેલાજ કરી દેતા હોય તેમ લીઝો નો સામાન વાહનો સગેવગે કરી ઓપરેટરો નાસી જતા હોય છે હવે આ બધી ગેરરીતિઓ માંથી આ નિચલી કક્ષા ના બાબુઓ મહીસાગર મને ઉગારશે કે ઉપલી કક્ષા ના ઉચ્ચ હોદ્દેદારો તેતો આવનારો સમયજ બતાવશે.