વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના હોમિયોપેથીક મેડિકલ કોલેજના 200 થી વધુ વિદ્યાર્થીઓને આજરોજ કોલેજની બહાર ધરણા કરી સ્ટાઇપેન્ડ ના મળવા બાબતે પોતાનો વિરોધ નોંધાવ્યો

વડોદરા જિલ્લાના સાવલી  તાલુકાના હોમિયોપેથીક  મેડિકલ કોલેજના 200 થી વધુ વિદ્યાર્થીઓને આજરોજ કોલેજની બહાર  ધરણા કરી સ્ટાઇપેન્ડ ના મળવા બાબતે પોતાનો વિરોધ નોંધાવ્યો
પ્રણવ પટેલ

પ્રણવ પટેલ સાવલી

વડોદરા જિલ્લાના સાવલી  તાલુકાના હોમિયોપેથીક
 મેડિકલ કોલેજના 200 થી વધુ વિદ્યાર્થીઓને આજરોજ કોલેજની બહાર  ધરણા કરી સ્ટાઇપેન્ડ ના મળવા બાબતે પોતાનો વિરોધ નોંધાવ્યો  હતો  અને જો માગણી નહીં સ્વીકારાય તો ગાંધીનગર વિધાનસભા નો ઘેરાવો કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી
 સાવલી હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ઈન્ટનશીપ કરતાં વિદ્યાર્થીઓને છેલ્લા ત્રણ માસથી બિલકુલ સ્ટાઇપંડ ના ચૂકવાતા 200 જેટલા વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં જ હડતાલ પર બેસી ગયા છે અને સરકાર વિરુદ્ધ વિવિધ સૂત્રોચ્ચાર કર્યા હતા જાણવા મળ્યા પ્રમાણે ઇન્ટરનશીપ કરતા વિદ્યાર્થીઓને હાલમાં 5200 રૂપિયાના બદલે 9000 રુપિયા ચૂકવવાનો સરકાર નો પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે પરંતુ સાવલી હોમિયોપેથિક કોલેજ તેમજ ગુજરાતની અન્ય હોમિયોપેથિક કોલેજ માં છેલ્લા ત્રણ માસથી બિલકુલ સ્ટાઇપંડ જ ન ચૂકવાતા વિવાદ વકર્યો છે અને પોતાની માગણી સાથે 200 જેટલા વિદ્યાર્થીઓએ હડતાળ પર બેઠા છે અને જો આવનાર સમયમાં વિદ્યાર્થીઓના સ્ટાઇપંડ  મુદ્દે યોગ્ય નિરાકરણ ન આવે તો ગુજરાતની વિવિધ હોમિયોપેથીક કોલેજના 700થી 800 વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગર ખાતે જઇ વિધાનસભા નો ઘેરાવ કરવાની પણ ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે