પંચમહાલમા મોરવા હડફ ખાતે કિસાન સંમેલનમા નાયબ મૂખ્યમંત્રી નીતીન પટેલે હાજરી આપી.

પંચમહાલમા મોરવા હડફ ખાતે કિસાન સંમેલનમા નાયબ મૂખ્યમંત્રી નીતીન પટેલે હાજરી આપી.
જીજ્ઞેશ શાહ
પંચમહાલમા મોરવા હડફ ખાતે કિસાન સંમેલનમા નાયબ મૂખ્યમંત્રી નીતીન પટેલે હાજરી આપી.

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ ખાતે નાયબ મૂખ્યમંત્રી નીતીનભાઈ પટેલ કિસાન સંમેલનમા હાજર રહ્યા હતા.જેમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અર્થે લેવાયેલ પગલાઓ  ઉપરાંત કિસાનોને ઉપકારક યોજનાઓની માહિતી આપવા ઉપરાંત કૃષિ વિષયક સુધારાઓના  માર્ગદર્શન-સમજણ આપવામાં આવ્યા હતા. સરકારી કોલેજના મેદાનમાં કોરોના સંક્રમણ સામે સાવચેતીના પગલાઓના પાલન સાથે આ કાર્યક્રમમાં ધારાસભ્યો,સાંસદો,રાજકીય  અગ્રણીઓ હાજર રહ્યા હતા.નીતીન પટેલનુ સ્ટેજ પર આવતા રાજકીય અગ્રણીઓ દ્વારા તેમને આદીવાસી કોટી તીરકામઠુ,પાઘડી,તેમજ પીઠોરા ચીત્રની પ્રતિકૃતિ અર્પણ કરવામા આવી હતી.પત્રકારો સાથેની વાતચીતમાં  નીતીન પટેલે જણાવ્યુ હતુ કે દેશના કરોડો ખેડુતોની આવક વધે.કૃષિ ઉત્પાદન વધે,ઊત્પાદનની પુર્તિ કિંમત,તેમને પ્રાપ્ત થાય અને દેશના ખેડુતો સમૃધ્ધ બને તે માટે તે માટે પગલા લેવામા આવેલા છે.નવો એપીએમસી એકટ કાયદો પસાર કર્યો.વધુમા તેમને જણાવ્યુ ખેડૂતલક્ષી કાયદાનો વિરોધ કેટલાક વિસ્તારના ખેડૂતો ખોટી સમજથી પ્રેરાઈને વિરોધ કરી રહ્યા છે.સમગ્ર દેશના ખેડૂતોને સાચી હકીકત બતાવાથી દેશના ખેડુતોને ફાયદો થવાનો છે.જેમા ત્રણ જીલ્લાદીઠ ખેડુતોને કાયદાને લગતી સમજ આપવાનો નીર્ણય કરવામા આવ્યો છે.જીલ્લાના ખેડુતોને કાયદાની સંર્પુણ સમજ આપી છે.કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરવાનુ કામ કરી રહી છે.કોંગેસે દાયકા સુધી સાશન કર્યુ પણ ખેડુતોને મદદ ના કરી,વીજળી,સિચાઈ ખાતર બિયારણ માટે કોઈ પણ રીતે મદદ ના કરી,તેમ જણાવ્યુ હતું