ઈન્ડિયન રોબિન હૂડ ક્રાન્તિકારી જનનાયક અમર શહીદ ટંટયા મામા ના ૧૩૧મા શહાદત દિવસ પર વિશેષ

ઈન્ડિયન રોબિન હૂડ ક્રાન્તિકારી જનનાયક અમર શહીદ ટંટયા મામા ના ૧૩૧મા શહાદત દિવસ પર વિશેષ
ઈન્ડિયન રોબિન હૂડ ક્રાન્તિકારી જનનાયક અમર શહીદ ટંટયા મામા ના ૧૩૧મા શહાદત દિવસ પર વિશેષ

મધ્યપ્રદેશ ના ખંડવા જિલ્લા ના પંધાના તાલુકાના બડધા ગામે આશરે વર્ષ ૧૮૪૦ માં ભાઉસિંહ ભીલ ના ઘરે જન્મેલ ટંટયા ભીલ, ટંટયા બાળપણથી જ દુબળા પાતળાl હોવાને લીધે મધ્યપ્રદેશ ના નિમાડ  ક્ષેત્રમાં જુવારના સુકાયેલા પાંદડા સુકાયા પછી પાતળા અને લાંબા થઈ જતા હોય છે જેને અહીં  "ટંટા" કહેવામાં આવે છે જેના પરથી ટંટયા નામ પાડવામાં આવ્યું હતું.

  ટંટયા બાળપણથી જ પાતળા અને લાંબા હોવાનાં કારણે બધા ટંટયા -ટંટયા કહીને બોલાવતા અને તેના પર થી નામ ટંટયા પડી ગયું હતું.   ટંટયા ની માતા નુ બાળપણ માં જ મ્રુત્યુ થઈ ગયું હતું, ટંટયા ના પાલન પોષણ માટે પિતા ભાઉસિહે બીજા લગ્ન કર્યા નહોતા, પિતા ભાઉસિહે બાળપણથી જ ટંટયા ને ગોફણ- લાઠી તેમજ તીર-કામઠા જેવી કળાઓ શિખવીને યુવાવસ્થાએ પહોંચતાં આ કળા માં પારંગત કરી દીધાં હતાં, ત્યારબાદ યુવા ટંટયા ને કાગજબાઈ નામ ની યુવતી સાથે લગ્ન કરાવીને પારિવારિક બંધને બાંધી ને ઘર પરિવાર અને ખેતીવાડી સહિત ની સઘળી જવાબદારી ટંટયા ના શિરે નાખી દેવામાં આવી હતી. ટંટયા ની ઉંમર લગભગ ૩૦ ઉપર ની  હશે ત્યાં તો આસપાસ ના ગામોમાં અનેકવિધ કળાઓ માં પારંગત અને કુશળતા અને વિનમ્રતા ના ગુણો ધરાવતા ટંટયા એ ખુબ લોકપ્રિયતા મેળવી ચુક્યો હતો, અંગ્રેજો ની દમનકારી તેમજ જુલ્મી નીતિઓ અને શાહુકારો- જમીનદારો ની શોષણકારી નીતિઓ થી ત્રસ્ત સામાન્ય લોકો નો અવાજ બનેલ ટંટયા ને નિમાડ ક્ષેત્ર સહિત પુરા છોટાનાગપુર તેમજ આસપાસનાં વિસ્તારોમાં  ટંટયા ના નામ ની ગૂંજ કાને અથડાવા લાગી,૧૮૫૭ પછી ટંટયા એ અંગ્રેજ સરકાર ના ખજાના લુંટી ને ગરીબ જરુરીયાત મંદ લોકો ને જ્યારે ખરેખર જરૂર છે તેવા સમયે અનાજ તેમજ આર્થિક જરૂરિયાતો પૂરી પાડી સામાન્ય માણસોનાં મસીહા તરીકે ઉભરી આવ્યા, અને લોકો એ "ટંટયા મામા" ના હુલામણા નામે ઓળખાતા થયાં, જ્યારે ખુદ અંગ્રેજોએ "ઈન્ડિયન રોબીનહૂડ" નામ આપી દીધું..! 

આખાં વિસ્તારમાં નાના મોટા સૌ કોઈ ના મામા કહેવાવા લાગ્યા, અંગ્રેજો ને સતત સાત -સાત વર્ષ સુધી ખરાબ રીતે હંફાવનાર ટંટયા ને અનેક પ્રકારના ષડયંત્રો થકી અંગ્રેજ સરકારે ૧૮૮૮-૮૯ માં દેશદ્રોહ ના કેસમાં ધરપકડ કરી લીધી, ધરપકડ બાદ ઈંદોર ની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા, ત્યારબાદ જબલપુર ખાતે ની જેલમાં બ્રિટિશ અધિકારીઓએ અમાનવીય અત્યાચાર ગુજારી ૪ ડિસેમ્બર ૧૮૮૯ના રોજ ફાંસી આપી દેવાઈ હતી, તેમના મૃતદેહને ખંડવા જિલ્લાના પાતાળપાણી રેલવે સ્ટેશન નજીક ફેંકી દેવામાં આવ્યો હતો, હાલ ત્યાં તેમનું સ્મારક બનાવવા માં આવ્યું છે ત્યાં આજે પણ પાતાલપાની ની ખીણ-પહાડીઓમાંથી પસાર થતી તમામ ટ્રેનો ને ટંટયામામા સ્મારક પાસે એક મિનિટ થોભાવીને અમર શહીદ જનનાયક ટંટયા મામા ને માનભેર સલામી આપી હોર્ન વગાડી ને આગળ ધપાવવા માં આવે છે. અને કહેવાય છે કે જો તેમ ન કરવા માં આવે ત્યારે આગળ રેલગાડી વધી શકે જ નહીં, જ્યારે ટ્રેન રોકવામાં ન આવી હોય ત્યારે અગાઉ અનેકવાર મુસાફરો ને અકસ્માત નો શિકાર બનવા પડ્યા છે, એ વાત ને સ્વિકાર કરતા રેલવે તંત્ર એ હવે ટ્રેન ન રોકવાની ભૂલ ક્યારેય કરતું નથી.  ટંટયામામા ની યાદ મા આજે પણ નિમાડ અને છોટાનાગપુર ક્ષેત્રમાં નિમાડી ભાષામાં શુરવીરતા ના ગીતો, ભજનો, દોહા ,છંદો ગવાતા હોય છે, તેમજ શહીદ ટંટયા ભીલ ની યાદ માં નિમાડ અને છોટાનાગપુર સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન, અને છત્તીસગવઢમાં આજે પણ દેવતાની જેમ પૂજાય છે તેમજ પાતાલપાની પાસે ની તેમની સમાધિ પર માનતા ઓ રાખીને આસ્થાભેર આરાધના કરવા માં આવે છે અને ઠેરઠેર ગામ ચોરાહે ટંટયા ભીલ ની પ્રતિમા ઓ  જોવા મળે છે જ્યાં અમર શહીદ યોધ્ધા ટંટયામામા ની પ્રતિમા ઓ પર દર વર્ષે હારતોરા સહિત ના કાર્યક્રમો યોજીને શહીદ ટંટયામામા ને માનભેર યાદ કરાઈ છે તેમ છોટાઉદેપુર થી આદિવાસી સમાજના વાલસિંહભાઈ રાઠવા જણાવે છે.