કાલોલ જીઆઈડીસી માં જવલનશીલ કેમિકલ વેસ્ટ ના સળગવાથી આગ લાગી.જોખમરૂપ કચરો એકઠો કરવાની પરવાનગી છે કે કેમ ?

કાલોલ જીઆઈડીસી માં જવલનશીલ કેમિકલ વેસ્ટ ના સળગવાથી આગ લાગી.જોખમરૂપ કચરો એકઠો કરવાની પરવાનગી છે કે કેમ ?
વીરેન્દ્ર મહેતા
કાલોલ જીઆઈડીસી માં જવલનશીલ કેમિકલ વેસ્ટ ના સળગવાથી આગ લાગી.જોખમરૂપ કચરો એકઠો કરવાની પરવાનગી છે કે કેમ ?
કાલોલ જીઆઈડીસી માં જવલનશીલ કેમિકલ વેસ્ટ ના સળગવાથી આગ લાગી.જોખમરૂપ કચરો એકઠો કરવાની પરવાનગી છે કે કેમ ?
કાલોલ જીઆઈડીસી માં જવલનશીલ કેમિકલ વેસ્ટ ના સળગવાથી આગ લાગી.જોખમરૂપ કચરો એકઠો કરવાની પરવાનગી છે કે કેમ ?

વીરેન્દ્ર મહેતા કાલોલ

*સરકારી ગાઈડ લાઈન મુજબ રિસાયકલ કરાવી, સીમેન્ટ કંપનીમાં કો પ્રોસેસ કરાવી યા તો ગવરમેન્ટ કોમન ઇનસિરેશન પ્લાન્ટ માં  ઇનસિરેટ કરાવવા મોકલવાનું હોય છે તે મુજબ કચરાનો નિકાલ થાય છે ખરો?*.   


કાલોલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર ૩૯,૪૦ માં આવેલ રાધન પ્લાસ્ટીક માં સોમવારે એકાએક આગ લાગી હતી સમગ્ર વિસ્તાર માં ઘૂમાડા ના ગોટેગોટા દેખાતા હતા અને બસ સ્ટેન્ડ સુઘી આ વિકરાળ આગ ની ધૂમ્ર શેરો દેખાતી હતી જોકે નજીકથી સ્થાનિક કંપની યુ પી એલ ના ફાયર ફાયટર સહિત કાલોલ નગરપાલીકા નું ફાઈટર ઘટનાસ્થળે પહોંચી જઈને આગને કાબુમાં લીધી હતી આગ લાગેલ જગ્યામાં રાધન પ્લાસ્ટિક નામ નુ બોર્ડ મારીને ગેટ પર તાળુ મારીને અંદર કેમિકલ કંપનીઓ નો નકામો કચરો અહી એકત્ર કરવામાં આવે છે. ત્યારે મળતી માહિતી મુજબ એલેમ્બિક કેમિકલ તથા ઇન્ડચ કંપનીનું વેસ્ટ મટીરીયલ નો નિકાલ કરવાનું ( સરકારી ગાઈડ લાઈન મુજબ રિસાયકલ કરાવી, સીમેન્ટ કંપનીમાં કો પ્રોસેસ કરાવી યા તો ગવરમેન્ટ કોમન ઇનસિરેશન પ્લાન્ટ માં  ઇનસિરેટ કરાવવા મોકલવાનું હોય છે) લાયસન્સ મેળવીને આ કંપનીના સંચાલકો કેમિકલના ખાલી ડ્રમ, બેરલો, કન્ટેનર, ફાર્મા કંપની, ફુડ પ્રોસેસીંગ, કોસ્મેટિક, ટેકસટાઇલ, પેઇન્ટ્સ ફોરમુલેશન અને બ્રેવરીઝ જેમા પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ સિવાય ની કંપની ઓ નો નકામો અને જોખમી કચરો સરકારી નિયમોનુસાર નીકાલ કરવા માટે નો પરવાનો મેળવી કાલોલ જીઆઈડીસી ખાતે પ્લોટ નં ૩૯ અને ૪૦ માં ખાલી બેરલ રાખવા ની પરવાનગી લઈ આ કંપની મા ભરેલા બેરલો સંગ્રહ કરવામા આવે છે તેટલુ જ નહીં પરવાનગી વગર નજીકમાં આવેલા બંધ શેડ (એમ. જે.વુલન ) માં પણ આ જોખમી કચરો એકઠો થાય છે. રાધન કંપની ના સંચાલક પાસે એલેમ્બિક તથા ઇન્ડચ નો માલ ઉપાડવા નું લાયસન્સ છે કે કેમ? તથા આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની પરવાનગી મેળવી છે કે કેમ? આ ઉપરાંત પરવાનગી વગર જોખમી કચરો એમ. જે વૂલન ના બંધ પડેલા શેડ માં કોની પરવાનગી થી અંદાજે ૫૦૦ ટેમ્પા જેટલો કચરો ઠલવાઈ રહ્યો છે? તાજેતરમાં અમદાવાદ ખાતે એક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થવાથી મહામૂલા માનવોની જિંદગી હોમાઇ ગઇ હતી ત્યારે સોમવાર ની આગ ની જેમ પુનઃ આવી આગ લાગે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી આજુબાજુની કંપની તેમજ નજીકમાં આવેલ રહેણાંક વિસ્તાર ને લપેટામાં લેશે તો જવાબદારી કોની? વધુમા કંપની ની અંદર માં માણસો કામ કરે છે અને ટેમ્પો મારફતે કેમિકલ કંપની નો કચરો ખાલી થતો હોય છે તેમ છતા પણ કંપનીનો ગેટ કોઈ અગમ્ય કારણોસર બંધ રાખવામાં આવે છે જે બાબત ખૂબ જ સંશોધન માગી લે તેમ છે. વધુમાં પાવાગઢ નજીક પણ ખુલ્લા ખેતરમાં કેમિકલનો જોખમી કચરો સળગાવવામાં આવે છે તેવી પણ  ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ બાબતે વહીવટી તંત્ર ને કોઈ જાણકારી છે કે પછી બધુ રામ ભરોસે ચાલી રહ્યુ છે કે પછી કોઈ મોટી દુર્ઘટના ની રાહ જોવાઈ રહી છે  તે પણ તપાસ નો વિષય બની જાય છે. જોકે ઘટના અંગે ની કોઇ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.