આમ આદમી પાર્ટી પંચમહાલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર નો આજ થી શુભારંભ કરવામાં આવ્યો.

આમ આદમી પાર્ટી પંચમહાલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર નો આજ થી શુભારંભ કરવામાં આવ્યો.
પ્રણવ પટેલ
આમ આદમી પાર્ટી પંચમહાલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર નો આજ થી શુભારંભ કરવામાં આવ્યો.

કાલોલ તાલુકાના દેલોલ તાલુકા પંચાયત બેઠક ના આમ આદમી પાર્ટીના શિક્ષિત અને યુવા ઉમેદવાર શ્રી રાજેન્દ્ર રાઠોડ ના ગામ હિંમતપુરા થી પ્રચાર કાર્ય શરુ કરવામાં આવ્યું.
ગામ લોકોની હાજરી રહી અને સાથે સાથે તેમનામાં  ઉત્સાહ અને આવકાર જોવા મળ્યો. 
આ મિટિંગમાં કાલોલ તાલુકા પ્રમુખ શ્રી ચિરાગ રાઠોડ (વકીલ), મહામંત્રી શ્રી અજયસિંહ ચૌહાણ (પત્રકાર), કાલોલ શહેર પ્રમુખશ્રી જીતેન્દ્રસિંહ પરમાર (વકીલ), તાલુકા યુવા પ્રમુખ શ્રી દિલીપભાઈ, યુવા ઉપ પ્રમુખ શ્રી કૃષ્ણરાજસિહ,  કાલોલ તાલુકા કિસાન સમિતિના પ્રમુખ શ્રી ચેતનભાઈ ,હાલોલ તાલુકા ના એસ.સી સમિતિના પ્રમુખ શ્રી દિનેશભાઈ ખ્રિસ્તી  તથા બેઢીયા તાલુકા પંચાયત બેઠક ના સંભવિત ઉમેદવાર શ્રી ગણપતસિંહ પોતાના ટેકેદારો સાથે મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા પ્રમુખ શ્રી દિનેશ બારીઆ એ આમ આદમી પાર્ટી વિશે, દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર ની કામગીરી વિશે તથા આમ આદમી પાર્ટીના આપણા ઉમેદવાર શ્રી રાજેન્દ્ર રાઠોડ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
સ્થાનિક સમસ્યાઓ આજે પણ છે તે માટે જવાબદાર ગુજરાત માં ૨૦ વર્ષે થી પણ વધારે સમયથી સરકાર જેની છે તે જ જવાબદાર છે એમ જણાવ્યું હતું.
આજની મિટિંગનુ વાતાવરણ જોઇને ઉમેદવાર ની જીત નક્કી છે તેવો જીલ્લા પ્રમુખ શ્રી દિનેશ બારીઆ એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.