છોટાઉદેપુર જિલ્લા ના પાવી જેતપુર તાલુકા ના સુખીડેમ પાસે ટ્રક અને પીકઅપ નો અકસ્માત.

છોટાઉદેપુર જિલ્લા ના પાવી જેતપુર તાલુકા ના સુખીડેમ પાસે  ટ્રક  અને પીકઅપ નો અકસ્માત.
છોટાઉદેપુર જિલ્લા ના પાવી જેતપુર તાલુકા ના સુખીડેમ પાસે  ટ્રક  અને પીકઅપ નો અકસ્માત.

અલ્તાફ મકરાણી કદવાલ

પાવીજેતપુરના  ધનપુર ગામે સુખી ડેમ ની પાળીં  નીચે જાહેર રસ્તા ઉપર રાયપુર ગામ તરફ જતી કેનાલ પાસે એક મોટી ટ્રક GJ9AV 5352 અને બોલેરો પીકપGJ17TT4854 ગાડી વચ્ચે અકસ્માત થયેલ છે.  બંને ગાડીના ડ્રાઈવર પોતાની ગાડી મુકીને ભાગી ગયેલ છે.બંને ગાડીની અંદર તપાસ કરતા ટ્રક ખાલી હતી. પરંતુ બોલેરો પીકપ ના ડાલા માં નાના મોટા પાડા ભરેલા હતા જેઓને એકબીજાના પગોમાં તથા ગળામાં ટૂંકા દોરડા થી ખીચોખીચ 12 નંગ પાડા બાંધેલા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા પાડાઓને જેતપુરપાવી ના વે નેટરી મેડિકલ ઓફિસરને પાવી જેતપુર થી ઘટનાસ્થળે બોલાવી ચેક કરાવતા એક પાડો મરણ પામેલ હાલતમાં હતો અને  ત્રણ પાડા ને ફ્રેકચર થયેલ છે તેમ જણાવ્યું હતું આ પાડાઓને ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાતા હોય તેમ લાગી રહ્યું હતું. આ બાબતની જાણ કદવાલ પોલીસને થતાં એએસઆઈ ચંદુભાઈ કરસનભાઈ તથાકોન્સ્ટેબલ વલકુભાઈ દડુભાઇ, તથા કોન્સ્ટેબલહેતપાલ સિંહ ધર્મેન્દ્રસિંહ તથા કોન્સ્ટેબલ મહેન્દ્ર સિંહ કિશોર સિંહ  ઘટના સ્થળે જઇ પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ  બોલેરો પીકપમા પા ડા નંગ એકની કિંમત 3000 રૂપિયા તથા  12 નંગ પાડાની કિંમત 36000 તથા પીકપ ગાડી ની કિંમત 250000 કુલ મળી 286000   ગણી  વિગતવાર પંચનામું    કરી પશુઓ ને  સુરક્ષિત જગ્યાએ પાંજરાપોળ ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી છે.