"છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલ કદવાલ ગામે શેઠ શ્રી એમ એ કદવાલ વાલા હાઈસ્કૂલ માં આજરોજ અનોખી રીતે પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી. "

અલ્તાફ મકરાણી કદવાલ

છોટાઉદેપુર જિલ્લા ના પાવીજેતપુર તાલુકા ના કદવાલ ગામે શેઠ શ્રી એમ.એ કદવાલ વાલા હાઈસ્કૂલ કદવાલ ખાતે આજરોજ ૨૬મી જાન્યુઆરી 'પ્રજાસત્તાક દિન 'ની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી જેમાં શાળા ના આચાર્ય શ્રી હરનામસિંહ પરમાર, તથા ધીરુભાઈ જે બારીયા અને શિક્ષક સ્ટાફ ,અને વાલી મંડળ ના પ્રમુખ શ્રી મનીષ ભાઈ બારીઆ એ ધ્વજવંદન કરવામાં આવ્યુ. 
તથા ગામના માજી,સરપંચ સામતસિંહ બારીઆ તથા રાહુલસિંહ બારીઆ અને મહેન્દ્રસિંહ બારીઆ, ફારૂકઅલી મકરાણી ઉપસ્થિત રહ્યાં. 
જેમાં આજે ૭૨માં પ્રજાસત્તાક દિન નિમિત્તે શેઠ શ્રી એમ.એ. કદવાલવાલા હાઈસ્કૂલ માં એક અનોખી મિત્રતા અને સદભાવના તથા ભાઈચારો વધે તેની માટે એક "ફ્રેન્ડલી  ક્રિકેટ મેચ". નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મેન ઓફ ધ મેચ અલતાફ  મકરાણી, તથા ઝાકીર મકરાણી ને અમારા ગામના માજી સરપંચ શ્રી એસ પી બારીયા સાહેબ જેઓ હાલના જીલ્લા પંચાયત ના ભાવિ ઉમેદવાર છે તેઓ વતી 2051રૂપિયા નું ઇનામ આપવામાં આવ્યું હતું. કેપ્ટન શ્રી બસીર ભાઈ એ નેતૃત્વ શ્રી કનકભાઈ એ કર્યું હતું.જેમાં સિંગાપુરા ઈલેવન એ પ્રથમ બેટીંગ કરતાં 81 રન માર્યા હતાં જેના જવાબમાં બીજી બેટીંગ માં કદવાલ હાઈસ્કૂલ ની ટીમે માત્ર 6 જ ઓવરમાં 82 રનનો ટાર્ગેટ પૂરો કર્યો હતો. જેમાં કદવાલ હાઈસ્કૂલ ટિમ વતી અલ્તાફ મકરાણી એ ચોક્કા અને છક્કા નો વરસાદ કરીને 70 રન મારી ને જીત હાંસલ કરી હતી અને એમને મૅન ઓફ ધ મેચ જાહેર કર્યા હતાં જેમાં અલતાફભાઈ ને કદવાલ હાઈસ્કૂલ વતી 2051રૂપિયા આપ્યા હતા. આવી રીતે અનોખી સદભાવ પ્રેમ અને ભાઈચારાની ભાવના ખીલવવા માટે આયોજન કર્યું હતું. સૌને નાસ્તો આપી શાળાના કર્મચારીઓ શ્રી આચાર્યશ્રી હિતેશ સાહેબ શ્રી શુભેચ્છા પાઠવી હતી.