છોટાઉદેપુર જિલ્લા નાં પાવી જેતપુર તાલુકા ના કદવાલ ગામનાં ઝરી પટેલ ફળિયા માં રહેતા રાઠવા હિંમજીભાઈ વીરસિંગભાઈ નાં ઘર માં અચાનક આગ,ભારે નુકસાન

છોટાઉદેપુર જિલ્લા નાં પાવી જેતપુર તાલુકા ના કદવાલ ગામનાં ઝરી પટેલ ફળિયા માં  રહેતા રાઠવા હિંમજીભાઈ વીરસિંગભાઈ નાં ઘર માં અચાનક આગ,ભારે નુકસાન
અલ્તાફ મકરાણી
છોટાઉદેપુર જિલ્લા નાં પાવી જેતપુર તાલુકા ના કદવાલ ગામનાં ઝરી પટેલ ફળિયા માં  રહેતા રાઠવા હિંમજીભાઈ વીરસિંગભાઈ નાં ઘર માં અચાનક આગ,ભારે નુકસાન

અલ્તાફ મકરાણી કદવાલ

આજ રોજ તારીખ 23/3/2021 નાં રોજ બપોર ના 2 વાગ્યા ની આસપાસ અચાનક આગ લાગી હતી અને  મોટું નુકસાન થવા પામ્યું .   હીમજીભાઈ વીરસીંગભાઇ રાઠવા ના ઘરે આજરોજ  બપોર ના સમય દરમ્યાન સૌ ખેતી કામ અર્થે ખેતર માં ગયેલા હતા. ત્યારે અચાનક તેમના મકાન માં આકસ્મિક આગ લાગતા તેઓ સૌ દોડી આવી ગયા હતા. તેમજ આજુબાજુથી ખેડૂત મિત્રો  તેમજ આગેવાનો દોડી આવ્યા હતા. ત્યારે મકાન કાચું અને લાકડાનુ હોવાને કારણે પુરેપુરુ મકાન સળગી ભસ્મ થઈ જવા પામ્યું હતું. ગ્રામજનો એ  આગ ને કાબુમાં લેવા ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ તેઓ આગ પર કાબુ મેળવી શક્યા ન હતા. અને ઢોર ઢાખર ને હેમખેમ બચાવી બહાર કાઢી લેવામાં આવ્યા. અને બીજો સામાન જે હતો એ મકાન સાથે આગમાં ભસ્મ થઈ ગયો હતો. આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ ને જાણ થતા તેઓ તલાટી સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. આ બાબતે આગેવાનો પાસે થી જાણવા મળ્યું હતું કે, મકાન માં આગ લાગવાનુ  ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગ લાગવાના કારણે તેઓના ઘર નો ઘર વખરી સામાન, અને રોકડ રકમ રૂપિયા 5000, અને પશુને ચરવા માટે ઘાસ પણ સળગી ને રાખ થવા પામેલ છે. તેમ  ત્યાંના આગેવાન જામસિંગ ભાઈ  રાઠવા જણાવ્યું હતું. તેમજ તેઓનું અનાજમાં 50 મણ મકાઈ,  20 મણ તુવર પણ ભસ્મ થઈ ગયેલુ છે. તેમ જણાવ્યું હતું. તેમજ તલાટી સ્થળની મુલાકાત લઈ સ્થળ પરજ ગ્રામજનોની હાજરીમાં પંચક્યાસ કરેલ છે.