જાંબુઘોડા તાલુકાના નીઝરણ દિલગામ ગામેથી પોલીસે અલ્ટો કારમાં દારૂની ખેપ મારતા બુટલેગરની કરી અટકાયત

જાંબુઘોડા તાલુકાના નીઝરણ દિલગામ ગામેથી પોલીસે અલ્ટો કારમાં દારૂની ખેપ મારતા બુટલેગરની કરી અટકાયત
તસ્વીર:- રમઝાન દીવાન

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જાંબુઘોડા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.જે. જાડેજા.ને બાતમી મળેલ કે ઝબાણ ગામનો બુટલેગર વિનોદભાઈ સનાભાઇ રાઠવા પોતાની અલ્ટો નંબર GJ/06/DG/0590 મા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ખેપ માર નાર છે જે પોયલી તરફના રસ્તેથી જાંબુઘોડા થઈ ઝબાન ગામ તરફ જવાનો છે જેની ચોક્કસ બાતમી મળતા જાંબુઘોડા પો.સ.ઈ.આર.જે.જાડેજા તેમજ ઉચ્ચ અધિકારીની સુચના અનુસાર સ્ટાફના માણસો એ.એસ.આઈ.દલપત શિહ,આ.પો.કો. સુનીલ કુમાર,આ.પો.કો. બુધેસિંગ તેમજ અન્ય સ્ટાફના માણસોને સાથે રાખી નિઝરણ દીલગામ ગામે કેનાલ પાસે વોચ મા હતા તે દરમિયાન બાતની વાળુ વાહન આવતા તેને રોકી ચારેબાજુ ઘેરો નાખી તપાસ કરતા ગાડીમાંથી રોયલ બાર વિસ્કી તથા રોયલ સિલેક્ટ વીસ્કી એમ.પી. બનાવટની સીલ બંધ બોટલો નંગ 118 માઉન્ટસ 6000 ટીન બીયર નંગ 96 મળી 58,390 નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો જેમાં મુદ્દામાલ સાથે અલ્ટો કાર 1,00,000/તથા મોબાઈલ નંબર 1/ 500 રૂપિયા આમ કુલ મળી 1,58,890 ના મુદ્દામાલ સાથે બુટલેગર વિનોદભાઈ શના ભાઈ રાઠવા ને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે