જાંબુઘોડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 71820 ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડયો

જાંબુઘોડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 71820 ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડયો

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જાંબુઘોડા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભારતીય બનાવટની વિદેશી દારૂ ની ખેપ મારતા ખેપિયા ને ઝડપી પાડયો હતો પ્રાપ્ત માહિતી પ્રમાણે જાંબુઘોડા પોલીસ ને ખાનગી રાહે બાતમી મળેલ કે અર્જુન સિંહ રાય સિંહ રાઠવા ગામ ટુંડવા તા. જી. છોટાઉદેપુર જે મારુતિ ઝેન જીજે.06. ડીબી.6240 માં સીટોમાં ચોરખાનું બનાવી દારૂની ખેપ મારનાર છે જે નર્મદા મુખ્ય કેનાલ પરથી વડોદરા તરફ જવાનો હોય જેની ચોક્કસ બાતમી જાંબુઘોડા પો.સ.ઇ આર. જે. જાડેજા. ને મળતા સ્ટાફના માણસો એ.એસ.આઇ સંદિપકુમાર, આ.હે.કો. બળવંતસિંહ, આ.પો.કો. અશોક કુમાર, આ.પો.કો. પ્રવિણસિંહ ને સાથે રાખી જાંબુઘોડા તાલુકા ના ડુંમા ગામે કેનાલ પાસે વોચમાં હતા તે દરમિયાન બાતમી વાળુ વાહન આવતા તે ને રોકી તપાસ કરતા પાછળની સીટમાં ચોર ખાનું બનાવી તેમાં ભારતીય બનાવટનો દારૂ ગોવા વિસ્કી એમ.પી. બનાવટની 72 નંગ ની કિંમત રૂપિયા 31,320, મારુતિ ઝેન જેની કિંમત રૂપિયા 40,000, મોબાઈલ નંગ 1 જેની કિંમત 500 રૂપિયા આમ કુલ મુદ્દામાલ 71,820, ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી