દેશમાં કોરોનાના વધતા કેસ પર સુપ્રીમ કોર્ટ ચિંતિત, કહ્યું- સખત રીતે થાય નિયમોનું પાલન

દેશમાં કોરોનાના વધતા કેસ પર સુપ્રીમ કોર્ટ ચિંતિત, કહ્યું- સખત રીતે થાય નિયમોનું પાલન

સુપ્રીમ કોર્ટે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસો પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી કોરોના વાયરસની વેક્સિન ન આવે ત્યાં સુધી નિયમોનું કડક રીતે પાલન થવું જોઈએ.

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસો પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી કોરોના વાયરસની વેક્સિન ન આવે ત્યાં સુધી નિયમોનું કડક રીતે પાલન થવું જોઈએ. માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું સખત પાલન થાય તે જરૂરી છે, પરંતુ તેની જમીની હકીકત શું છે? કોર્ટે કહ્યું કે, આકરા ઉપોયની જરૂર છે અને કેન્દ્ર સરકારને દેશભરમાં ગાઇડલાઇન લાગૂ કરવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે રાજકોટમાં કોરોના હોસ્પિટલમાં લાગેલી આગને ધ્યાને લીધી છે. આ મામલાની સુનાવણી કરતા કોર્ટે આ વાત કહી છે. કોર્ટે ગુજરાત સરકાર પાસે પણ જવાબ માગ્યો છે. 

મહત્વનું છે કે રાજકોટની એક કોરોના હોસ્પિટલમાં લાગેલી આગને કારણે પાંચ દર્દીઓના મોત પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમે કહ્યું કે, જુલૂસ કાઢવામાં આવી રહ્યાં છે અને 80 ટકા લોકો માસ્ક પહેરતા નથી. ઘણા મોઢા પર માસ્ક લટકાવે છે. એસઓપી અને દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ તેના પાલન કરવાને લઈને કોઈ ઈચ્છાશક્તિ દેખાતી નથી.