આઝાદી કા અમૃત મહોત્સવ- પંચમહાલ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં હાલોલ ખાતે જિલ્લા કક્ષાનો ઉજવણી કાર્યક્રમ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવ- પંચમહાલ  રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં હાલોલ ખાતે જિલ્લા કક્ષાનો ઉજવણી કાર્યક્રમ યોજાયો
આઝાદી કા અમૃત મહોત્સવ- પંચમહાલ  રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં હાલોલ ખાતે જિલ્લા કક્ષાનો ઉજવણી કાર્યક્રમ યોજાયો
આઝાદી કા અમૃત મહોત્સવ- પંચમહાલ  રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં હાલોલ ખાતે જિલ્લા કક્ષાનો ઉજવણી કાર્યક્રમ યોજાયો

પ્રણવ પટેલ હાલોલ

 

આઝાદીના લડવૈયાઓએ આપેલા બલિદાનોની ગાથાથી

યુવા પેઢી સંસ્કારિત-પ્રેરિત થશે  

 

સ્વરાજની લડતમાં મોખરે રહેલું ગુજરાત

 સુરાજની ક્રાંતિમાં પણ મોખરે રહેશે

- મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર

 

ગોધરા અને મોરવા હડફ ખાતે 

પણ ઉજવણી કાર્યક્રમો યોજાયા

 

જિલ્લામાં વિવિધ સ્થળોએ બાઈક રેલી, સાઈકલ રેલી,

 સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમો યોજાયા

 

             ભારતની સ્વતંત્રતા-આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાના અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીનો આજે અમદાવાદના સાબરમતી આશ્રમથી રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર રાજય સહિત દેશમાં ૭૫ સ્થળોએ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની રાજ્યવ્યાપી શૃંખલા અન્વયે પંચમહાલ જિલ્લામાં પણ હાલોલ, ગોધરા અને મોરવા હડફ ખાતે ઉજવણી કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને હાલોલના નગરપાલિકા ઉદ્યાન ખાતે યોજાયો હતો. મોરવા હડફમાં સાંસદશ્રી રતનસિંહ રાઠોડ અને ગોધરામાં ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે વી.એમ.શાહ સ્કૂલ ખાતેથી ગાંધી વિચારોના સંદેશા ધરાવતી એક બાઈક રેલી અને એક સાઈકલ રેલીને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ નગરપાલિકા ગાર્ડન ખાતે પૂજ્ય બાપુની પ્રતિમાને સૂતરની આંટી અને શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવાંજિલ અર્પી હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પોતાના સંબોધનમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે  દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી શરૂ કરાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી દેશની યુવા પેઢીને દેશની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપનારા લડવૈયાઓની ગાથાથી પરીચિત કરાવશે. ભારતની આઝાદી માટે અનેક વિરલાઓએ પોતાના બલિદાનોને આપ્યા છે ત્યારે 75 વર્ષની ભવ્ય ઉજવણીથી તેમના બલિદાનો-સ્વાભિમાનની ગાથાથી આવનારી પેઢી સંસ્કારિત-પ્રેરિત થશે. દેશની નવી પેઢીને ભારતના ભવ્ય ઐતિહાસિક વારસાથી અવગત કરાવવાની આપણી નૈતિક જવાબદારી હોવાનું જણાવતા તેમણે આ અવસર રાષ્ટ્રચેતનાને જગાડવાનો અને તેમ કરી દેશને વિકાસની નવીન ઉંચાઈએ પહોંચાડવાનો હોવાનું ઉમેર્યું હતું.      

આ દેશભક્તિના અવસરની ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી પરમારે જણાવ્યું કે, પૂજ્ય ગાંધી બાપુએ આજના દિવસે એટલે તા. 12 માર્ચ-1930ના રોજ અમદાવાદથી દાંડીયાત્રા શરૂ કરી દાંડી પહોંચી મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો અને બ્રિટીશ સામ્રાજ્યને લૂણો લગાડ્યો હતો. આપણને આઝાદી મળી તેના 75મા વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે આજે આપણી ગુજરાતની ધરતીના સપૂત અને લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના આંગણે અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે કહ્યું કે આપણા દેશની મહામૂલી આઝાદી માટે અનેક સ્વાતંત્ર્ય વીરો, પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, જવાહરલાલ નહેરૂ, વીર સાવરકર,  સહિતના નેતાઓએ ખુબ સંઘર્ષ કરી આઝાદી અપાવી છે તે તમામને વંદન કરી શ્રધ્ધાસુમન અર્પણ કરૂ છું. 

   વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર, શિક્ષિત અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થઇ રહ્યું છે. આઝાદીમાં ગુજરાતીઓના યોગદાનની વાત કરતાં તેમણે જણાવ્યું કે, આઝાદી સમયે અમદાવાદનો સાબરમતી આશ્રમ આઝાદીનું કેન્દ્રબિંદુ હતો અને આજે આઝાદીના અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ પણ ગુજરાતથી થઇ રહ્યો છે જે આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે. તેમણે ઉમેર્યુ કે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસથી ગુજરાતની વિકાસયાત્રા તમામ ક્ષેત્રોમાં અવિરતપણે આગળ વધી છે જેનાથી ગુજરાત દેશના ગ્રોથ એન્જીન સાથે વિકાસનું ઉત્તમ મોડલ બન્યું છે. ગુજરાત સ્વરાજની લડતમાં અગ્રેસર રહ્યું હતું અને હવે સુરાજની ક્રાંતિમાં પણ અન્ય રાજ્યો માટે પથદર્શક બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યું  હતું. 

  જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મામલતદારશ્રી એસ.એન.કટારાએ કાર્યક્રમની આભારવિધી કરી હતી. આ પ્રસંગે જિલ્લાના પોલિસ વડા ડો. લીના પાટિલ, પ્રાંત અધિકારીશ્રી એ.કે.ગૌતમ, હાલોલ નગરપાલિકા પ્રમુખશ્રી વિભાક્ષીબેન દેસાઈ, સહકારી સંઘના પ્રમુખશ્રી મયુરધ્વજસિંહ પરમાર સહિત સંગઠનના અગ્રણીઓ, નાગરિકો મોટી સંખ્યામાં અને કોરોના વિષયક ગાઈડલાઈનના પાલન સાથે ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.