હાલોલ તાલુકાના કુપાડિયા પ્રાથમિક શાળાની જનવિકાસ સંસ્થાના સ્થાપક ગગનભાઇ શેઠીએ એસ.એમ.સી .સભ્યો ની મુલાકાત લીધી.

હાલોલ તાલુકાના કુપાડિયા પ્રાથમિક શાળાની જનવિકાસ સંસ્થાના સ્થાપક ગગનભાઇ શેઠીએ  એસ.એમ.સી .સભ્યો ની મુલાકાત લીધી.
પ્રણવ પટેલ

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કુપાડિયા પ્રાથમિક શાળાની જનવિકાસ સંસ્થાના સ્થાપક ગગનભાઇ શેઠીએ  એસ.એમ.સી .સભ્યો ની મુલાકાત લીધી.

  જનં વિકાસ સંસ્થા હાલોલ તાલુકાની ૪૧ શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન ના કાયદા પર કામ કરે છે અને તેને જાગૃતતા માટે કામ કરી રહી છે ત્યારે આ સંસ્થાના  સ્થાપક ગગનભાઈ શેઠી  કુંપાડિયા પ્રાથમિક શાળા ની મુલાકાત લીધી.

હાલોલ અને કાલોલ ના એક્ટિવ સાથીઓની  મુલાકાત અને ઉડાન કાર્યકમની શિક્ષણની કામગીરી જોવા અને આગળ શું કરી શકાય તે બાબતની ચર્ચા વિચારણા કરવા માટે જનવિકાસ સંસ્થાના સ્થાપક ગગનભાઇ શેઠી , ઉડાન એજ્યુકેશનના સપોર્ટર રિદ્ધિ બેન, જનવિકાસ સંસ્થાના CEO કીર્તિબેન અને હાલોલ જનવિકાસ સંસ્થાના કાર્યકર્તાઓ કુંપાડિયા પ્રાથમિક શાળા માં આવ્યા.

  આ કાર્યક્રમમાં કુંપાડિયા પ્રાથમિક શાળાના એસએમસી સભ્યો , ઉજેતી  પ્રાથમિક શાળાના એસ.એમ.સી. સભ્ય ગુલાબભાઈ અને ઉજેતી પંચાયતના ડેપ્યુટી સરપંચ રમણભાઈ પણ હાજર રહ્યા. 

આ કાર્યક્રમમાં શિક્ષણને લાગતી ચર્ચાઓ કરવામાં આવી. એસ.એમ.સી ના સભ્યોની કામગીરી શું છે? કઈ રીતે એસએમસી પોતાના ગામની પ્રાથમિક શાળાનું વિકાસ કરી શકે. શિક્ષણ સિવાય અન્ય બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ છે જેવીકે સિલાઈ કામ , ચિત્રકામ , માટીકામ ,સુથાર કામ, કડિયા કામ આવી બધી ઘણી બધી બાબતો વિશે ચર્ચા જનવિકાસ સંસ્થાના સ્થાપક ગગનભાઇ શેઠી દ્વારા ચર્ચા કરવામાં આવી. અને કુંપાડિયા પ્રાથમિક શાળાના એસએમસી અધ્યક્ષ વિક્રમભાઈ અને બીજા એસ.એમ.સી.ના સભ્યો સારી કામગીરી ને લઈને જનવિકાસ સંસ્થાના સ્થાપક ગગનભાઇ શેઠી દ્વારા તેમણે શાબાશી આપવામાં આવી.