ધોધંબા મા વધતા જતા દબાણો આશીર્વાદ છે કે અભીશાપ?

ધોધંબા મા વધતા જતા દબાણો આશીર્વાદ છે કે અભીશાપ?
ધોધંબા મા વધતા જતા દબાણો આશીર્વાદ છે કે અભીશાપ?

મિતુલ શાહ ઘોઘંબા

જયા વાડ જ ચીભડા ગળતી હોય ત્યા શુ કહેવુ. ધોધંબા ગામની હાલત પણ આવી જ છે સત્તાધીશો પોતે જ જયા આડેધડ દબાણો કરતા ફરતા હોય ત્યારે પ્રજા ઉપર લાલ આખ કયાથી કરી શકાય આડેધડ મુકાતી જાહેર રસ્તા ઉપર લારી ઓ થી જયારે દુકાન દાર ની દુકાનો ઢંકાઈ જતી હોય ત્યારે સત્તાધીશો પાસે ફરિયાદ કરતા સત્તાધીશો જ ખુદ કહેતા હોય છે લારીઓ વાળા ને તુ તારે લારી જ નહી કેબીન પાકુ બનાવી ને મુક ભાઈ હુ બેઠો છું તારા માટે આમ સત્તધીશો ની જ છત્રછાયા મા ધોધંબા નમાલુ બની બેઠુ છે. ધોધંબા ગામના મુખ્ય બજારમાં દરેક દુકાનદાર ના બારણે આડેધડ મુકવામાં આવેલ લોકો દ્વારા લારી ઓ થી દુકાનો વાળા ની ધરાકી ઉપર મોટી અસર પડી રહી છે. પરંતુ ધોધંબા મા ડર ના માહોલમાં જીવી રહેલા દુકાનદારો કોઈને પણ કશુ કહી શકતા નથી. આવનારી ચુટણી મા ધોધંબા ની મજબુર પ્રજા શુ ચમત્કાર બતાવશે તે તો સમય જ કહેશે