ધોધંબા મા આધેડ વયની મહિલા ઉપર દુષ્કર્મ ની કોશિશ કરતા યુવકની ધરપકડ

ધોધંબા મા આધેડ વયની મહિલા ઉપર દુષ્કર્મ ની કોશિશ કરતા યુવકની ધરપકડ

કાર્યાલય

ધીરેધીરે કલયુગ ની હદ વટાવતી વાતો સામે આવવા પામી છે ત્યારે ધોધંબા તાલુકાના પરોલી જેવા માતાજીના મંદિર પાસે આવો બનાવ બનતા નાના એવા યાત્રાધામ પરોલી મા જાણે ભુકંપ આવી ગયો હતો. પરોલી ના પંચાલ ફળીયા મા રહેતા આ ધટના ના આરોપી ઉ.વ.૩૫/ નાઓ દ્વારા આજરોજ પરીણીત આધેડ મહીલા ની એકલતા નો લાભ લઈ કામવાસના મા અંધ બની પોતાની માતાની ઉમર ની મહિલા ના ધર મા ધુસી જબરદસ્તી કરવા લાગતા અચાનક તેના પતિ ના આવી જવાથી રંગેહાથ ઝડપાઇ જતા સદર ઈસમ ને પકડી રાજગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા રાજગઢ પી.એસ.આઈ શ્રી આર.આર.ગોહિલ દ્વારા તુરંત ધટના સ્થળે પહોંચી આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી. અને સદર આરોપી ની મેડિકલ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.