શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન- વડોદરા દ્વારા ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામે વિનામૂલ્યે ધાબળાનું વિતરણ

શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન- વડોદરા દ્વારા ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામે વિનામૂલ્યે ધાબળાનું વિતરણ
શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન- વડોદરા દ્વારા ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામે વિનામૂલ્યે ધાબળાનું વિતરણ

મિતુલ શાહ ઘોઘંબા

શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન- વડોદરા દ્વારા ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામે વિનામૂલ્યે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.
     ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામે શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશન- વડોદરા દ્વારા રાષ્ટ્રીય પર્વના પૂર્વ દિવસે 80 જેટલી વિધવા બહેનોને ઠંડીની સીઝનમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ સમાજમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તેવા શુભ આશયથી કરવામાં આવ્યું છે. ગામના સમાજસેવી સામંત સિંહ પરમાર તથા દૂધ ડેરીના મંત્રી સોમાભાઈ પરમાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
     આ પ્રસંગે ફાઉન્ડેશનમાં સક્રિય કાર્યકર દુધાપુરા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશકુમાર પટેલ દ્વારા હાજર રહી વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષક શ્રી કમલેશભાઈ રાઠવા હાજર રહ્યા હતા.રંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઇ લીમ્બાચીયા તથા ટ્રસ્ટી નયનાબેન પટેલ દ્વારા સહયોગ પુરો પાડવામાં આવ્યો હતો.