ધોધંબા તાલુકાના વરવાડા ખાતે ચાલતા ઈંટભઠ્ઠાઓ પરથી ૩ બાળ શ્રમિક અને ૨ તરુણ શ્રમિકને મુક્ત કરાવ્યા

ધોધંબા તાલુકાના વરવાડા ખાતે ચાલતા ઈંટભઠ્ઠાઓ પરથી ૩ બાળ શ્રમિક અને ૨ તરુણ શ્રમિકને મુક્ત કરાવ્યા

મિતુલ શાહ ઘોઘંબા

પંચમહાલ જિલ્લામાં બાળ મજૂરી વિરોધી ટાસ્ક ફોર્સની પ્રસંશનીય કામગીરી

ધોધંબા તાલુકાના વરવાડા ખાતે ચાલતા ઈંટભઠ્ઠાઓ પરથી ૩ બાળ શ્રમિક અને ૨ તરુણ શ્રમિકને મુક્ત કરાવ્યા

           પંચમહાલ જિલ્લા બાળશ્રમ પ્રથાની નાબૂદી માટે કાર્યરત જિલ્લા ટાસ્ક ફોર્સે પ્રસંશનીય કામગીરી દાખવતા ૩ બાળ શ્રમિક અને ૨ તરુણ શ્રમિકને મુક્ત કરાવ્યા છે. મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, ગોધરા ખાતે મળેલ ફરિયાદના અનુસંધાને ટાસ્ક ફોર્સ દ્વારા ધોધંબા તાલુકાના વરવાડા મુકામે ચાલતા ઈંટભઠ્ઠાઓની આકસ્મિક રેડ કરી હતી. રેડ દરમિયાન વરવાડા, ગંભીરપુરા વિસ્તારમાં ચાલતા ઈંટભઠ્ઠાઓમાં રેડ પાડતા MK-1 ઈંટભઠ્ઠામાંથી ૩ બાળશ્રમિક અને ૨ તરુણશ્રમિક કામ કરતા મળી આવ્યા હતા. જેના પગલે ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા કાયદેસરની કાર્યવાહી ભઠ્ઠા માલિક સામે કરવામાં આવી હતી. પાંચેય બાળ/તરુણ શ્રમિકના ઉંમરના પુરાવા સ્થળ પર મળતા તેમના વાલીઓને સોંપવામાં આવ્યા હતા.