પંચમહાલ જિલ્લાના ધોધંબા તાલુકાના સીમલીયા ગામ ખાતે આમ આદમી પાર્ટી નો કાયૅક્રમ યોજાયો

પંચમહાલ જિલ્લાના ધોધંબા તાલુકાના સીમલીયા ગામ ખાતે  આમ આદમી પાર્ટી નો કાયૅક્રમ યોજાયો
પ્રણવ પટેલ
પંચમહાલ જિલ્લાના ધોધંબા તાલુકાના સીમલીયા ગામ ખાતે  આમ આદમી પાર્ટી નો કાયૅક્રમ યોજાયો

પ્રણવ પટેલ હાલોલ

આજરોજ દિલ્હીથી આવેલા આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યના સહ પ્રભારી  રોમી ભાટીજી, મધ્ય ગુજરાતના સંગઠન મંત્રી  અર્જુનભાઇ રાઠવા, સૌરાષ્ટ્ર ઝોન ના સંગઠન મંત્રી  અજીતસિંહ લોખીજી, તથા પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ  દિનેશ બારીઆ ની ઉપસ્થિતિ માં આજ રોજ ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામે કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું.
સીમલીયા જિલ્લા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડવા માટે નક્કી થયેલા ઉમેદવાર  મિનાબેન ગજેન્દ્રસિંહ ચૌહાણ ને શુભેચ્છા પાઠવવા કાર્યક્રમ યોજાયો.

જેમાં ગામમાં થી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.
પંચમહાલ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ એ આમ આદમી પાર્ટી ની સ્થાપના કેવી રીતે થઇ એ વિશે લોકોને માહિતી આપી હતી અને પંચમહાલ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીની શરુઆત કેમ અને કેવી રીતે થઇ રહી છે એ વિશે જણાવ્યું હતું. થોડા જ દિવસોમાં પંચમહાલ જિલ્લામાં ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે તેના આંકડા પણ આપ્યા હતા. આમ આદમી પાર્ટી એ ગુજરાત માં ત્રીજા મોરચા તરીકે નહીં પણ લોકો નો પહેલો વિકલ્પ બનવા જઈ રહી તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
લોકોને શિક્ષણ, સુવિધા, સગવડ, સુરક્ષા, સ્વાસ્થ્ય, રોજગાર વગેરે આપવું એ સરકાર ની જવાબદારી બને છે ત્યારે લાંબા સમયથી ગુજરાત માં એક જ પાર્ટી નું સતત સાશન હોવા છતાં પણ આજે પણ આ સમસ્યાઓ જેમની તેમ છે. લોકો આજે પણ આ સમસ્યાનો ભોગવી રહ્યા છે તેમ જણાવી ઓછા સમયમાં પણ દિલ્હી ની  અરવિંદ કેજરીવાલજીની સરકારે જે કામગીરી કરી છે તે દેશને દિશા બતાવે છે. અને સરકારે સાબિત કર્યું છે કે કે સામાન્ય માણસને કેન્દ્ર માં રાખીને કામગીરી કરવાથી લોકો તેને સ્વીકારે છે તેનું પરિણામ દિલ્હીમાં જોવા મળી રહ્યું છે. એમ કહી જિલ્લા પ્રમુખે કાર્યકરો વચ્ચે સંબોધન કર્યું હતું.
મધ્ય ગુજરાતના સંગઠન મંત્રી અને પ્રો  અર્જુનભાઇ રાઠવા સાહેબે તથા સૌરાષ્ટ્ર ઝોન ના સંગઠન મંત્રી  એ પણ કાર્યકરો ને સંબોધ્યા હતા.
ગુજરાતના સહ પ્રભારી  રોમી ભાટીજી એ હિન્દી માં વક્તવ્ય આપ્યું હતું.
કાર્યક્રમ ની આભાર વિધિ ગોધરા તાલુકા પ્રમુખ  ગોપાલભાઈ પટેલ (વકીલ)એ કરી હતી.
કાર્યક્રમ નું સફળ આયોજન શ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણ, પ્રવિણભાઇ વરીઆ, અરવિંદભાઈ બારીઆ ના સુંદર પ્રયત્નોથી રહ્યું હતુ.
આમ આદમી પાર્ટી પંચમહાલ જિલ્લામાં નવ નિયુકત થયેલા કાર્યકરોમાં જિલ્લા સમિતિ ના મહામંત્રી તરીકે મહેશભાઈ કાનસર (નોટરી) તથા સહમંત્રી પટેલ પ્રણવભાઇ . હાલોલ તાલુકાના પ્રમુખ હિતેશ ભાઇ પરમાર તેમજ ધોધંબા તાલુકા પ્રમુખ નિલેશસિંહ સોલંકી. કાલોલ તાલુકા પ્રમુખ ને બીજા અન્ય કાર્યકરોને નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા.
દરેક તાલુકામાં આમ આદમી પાર્ટી ની સમિતિઓની રચના કરવામાં આવી હતી..