ઘોઘંબા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની કારોબારી સમિતિ મીટીંગ અને અધ્યક્ષશ્રી નો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો.

ઘોઘંબા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની કારોબારી સમિતિ મીટીંગ અને અધ્યક્ષશ્રી નો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો.
મિતુલ શાહ

મિતુલ શાહ ઘોઘંબા

આજ રોજ ઘોઘંબા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી મીટીંગ બી.આર.સી.ભવન ઘોઘંબા ખાતે યોજવામાં આવી. જેમાં જિલ્લા સંકલન સમિતિ તથા પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છ તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. આ સાથે શિક્ષણ અને સમાજ ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપનાર શ્રેષ્ઠ શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું. તાલુકામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા. તથા શૈક્ષિક મહાસંઘ ઘોઘંબા અધ્યક્ષ નરવતસિંહ બારીયાનો વય નિવૃત્તિ સન્માન કરવામાં આવ્યું, તથા વર્ષ 2021થી 2023 માટે નવીન કારોબારી સમિતિની વરણી કરવામાં આવી. જેમાં અધ્યક્ષ તરીકે ઠાકોર વિરેન્દ્રસિંહ પાલ્લા પ્રાથમિક શાળા તથા મહામંત્રી તરીકે પટેલ જસ્મીન ભાઈ મોંઘાધરા પ્રાથમિક શાળાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.તથા આ પ્રસંગે જિલ્લા અધ્યક્ષ અનિરુદ્ધ સિંહ સોલંકી, મહામંત્રી ચેતનભાઇ વાળંદ તેમજ રાજ્યમંત્રી શરદભાઈ પંડ્યા હાજર રહ્યા હતા.દત્તક દીકરી યોજના કન્વીનર હસુમતીબેન ઉપસ્થિત રહ્યા હતા શિક્ષકોના પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી હતી રાજ્ય મંત્રી દ્વારા એચ.ટાટ શિક્ષકોના પ્રશ્નો જલ્દી ઉકેલ માટે ખાતરી આપેલ છે.સૌ દ્વારા હકારાત્મક ભાવના રાખવી સંગઠનના ભાવથી રહેવું જેવી નીતિ વિષયક બાબતોની છણાવટ કરી હતી. શિક્ષણના ઉદ્દેશ્ય મુજબ શિક્ષક,વિદ્યાર્થી અને સમાજનો ત્રિવેણી સંગમ સદા અતૂટ બની રહે તેવું આહવાન કરવામાં આવ્યું હતું.સૌ હોદ્દેદારોને પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવેલ છે