ઘોઘંબા તાલુકાના સરસવા ગામનાં હાથણીમાતા ફળીયા ખાતે દેશી બીજ પૂજન મહોત્સવ ઉજવવામાં આવ્યો.

ઘોઘંબા તાલુકાના સરસવા ગામનાં હાથણીમાતા ફળીયા ખાતે દેશી બીજ પૂજન મહોત્સવ ઉજવવામાં આવ્યો.
મિતુલ શાહ
ઘોઘંબા તાલુકાના સરસવા ગામનાં હાથણીમાતા ફળીયા ખાતે દેશી બીજ પૂજન મહોત્સવ ઉજવવામાં આવ્યો.

ખેડૂત એ જગતનો તારણહાર છે. ત્યારે આદિવાસી વિસ્તારમાં ખેડુતો દ્વારા દેશી બીજ થી ખેતી કરવામાં આવતી હોય છે. હાલ ના સમય માં  ખેડૂતો વધુ ઉત્પાદન અને સારી આવક માટે હાઈબ્રીડ બીજ નો ઉપયોગ કરી રહ્યા છે. તેવા સમયે રાસાયણિક ખાતરો પણ વધુ પ્રમાણમાં વાપરે છે. જેના લીધે જમીન પોષણ યુક્ત રહી નથી. આવા સમયે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે હેતુ થી ઘોઘંબા તાલુકાના સરસવા ગામનાં હાથણીમાતા ફળીયા ખાતે દેશી બીજ પૂજન મહોત્સવ ઉજવવામાં આવ્યો. મહોત્સવમાં ત્રણ ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા. આ ગામ લોકો દ્વારા પરંપરાગત બીજ જે વર્ષોથી પરંપરાગત ખેતી કરતા આવ્યા છે.આ પરંપરાગત બીજનું પૂજન  કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એકવીસ પ્રકારનાં પરંપરાગત બીજ ખેડૂતો દ્વારા લાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સરસવા ગામની ભજન મંડળી દ્વારા ભજન કિર્તન કરી સરુવાત કરવામાં આવ્યો. ભજન કિર્તનબાદ જે ખેડૂત મિત્રો દ્વારા પરંપરાગત બીજ લાવવામાં આવ્યા હતા તે ખેડૂતો પરંપરાગત પધ્ધતિથી પરંપરાગત બીજનો સંગ્રહ કેવીરીતે કરવામાં આવે છે. અને તે બીજનો સ્વાદ અને તેણી રોપણી અને પાક ઉત્પાદનવિશે અનુભવ કહેવામાં આવ્યા.કાર્યક્રમના અંતે પરંપરાગત બીજનું કંકુ ચોખા અને ફૂલ થી પૂજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું આયોજન સુમંગલમ ફાઉડેશન દ્વારા સંચાલિત ગ્રામ સમિતિ સરસવા અને સહયોગી સંસ્થા શાશ્વત વિકાસ પ્રબોધન પરિષદ વડોદરા દ્વારા કરવામાં આવેલ હતું.