ઘોઘંબા બસ સ્ટેન્ડ માં ગંદકી ના સામ્રાજ્ય થી પ્રજા થઈ ત્રાહિમામ

ઘોઘંબા બસ સ્ટેન્ડ માં ગંદકી ના સામ્રાજ્ય થી પ્રજા થઈ ત્રાહિમામ
મિતુલ શાહ
ઘોઘંબા બસ સ્ટેન્ડ માં ગંદકી ના સામ્રાજ્ય થી પ્રજા થઈ ત્રાહિમામ
ઘોઘંબા બસ સ્ટેન્ડ માં ગંદકી ના સામ્રાજ્ય થી પ્રજા થઈ ત્રાહિમામ

મિતુલ શાહ ઘોઘંબા

દરેક જગ્યાએ જોવા જઈએ તો દરેક બસ સ્ટેન્ડ પર સાફ-સફાઈ પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે ઘોઘંબા તાલુકો હોવા છતાં પણ પારાવાર ગંદકી એ એની શોભા છે કોઈ બસ સ્ટેન્ડ એવું નહીં હોય જ્યાં શૌચાલય ન હોય અહીંયા બનાવવામાં આવેલું સૌચાલય સાફ સફાઇના અભાવે બંધ રાખવામાં આવેલ છે ઘોઘંબા બસસ્ટેન્ડ પર અંદર તમે જુઓ તો એકલી ગંદકીના થર બાજેલા હોય છે કે પેસેન્જર બેસે તો વામીટ થઈ જાય. પાણીની વ્યવસ્થા ન હોવાથી આજુબાજુની લારીઓવાળા આવતી બસોમાંથી ખાલી પાણીના બોટલો લઈ આવી હેડપંપ પંપ જઈને પાણી ભરીને 10 રૂપિયામાં પાણી વેચે છે સૌચાલય ના અભાવને કારણે સ્ત્રી ઓ એ બસ સ્ટેન્ડ ની પાછળ આવેલા ખુલ્લા ખેતરોમાં પુરુષો જઈ આવે છે પરંતુ મહિલાઓ માટે ખૂબ જ તકલીફ પડે છે તેમને શરમિંદગી નો અનુભવ થાય છે ઘોઘંબામાં મોટા મોટા શોપિંગ સેન્ટરો બન્યા છે પરંતુ બસ સ્ટેન્ડ ની આજુબાજુમાં કોઈ જગ્યાએ સૌચાલય ન હોવાથી ન હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે શૌચાલયના અભાવે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે.