ચેલાવાળા ગ્રામજનોનું સ્થળાંતર રોકવા ટીડીઓને રજૂઆત કરવામાં આવી

ચેલાવાળા ગ્રામજનોનું સ્થળાંતર રોકવા ટીડીઓને રજૂઆત કરવામાં આવી

મિતુલ શાહ ઘોઘંબા

ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામ ના લોકો વર્ષોથી ચેલાવાડા માં રહે છે જયા ચેલાવાડા માં આવેલ એક ફરીયુ એવુ તરીયાવેરી ફળ્યું હતું હવે ચેલાવાળા માંથી તરીયાવેરી  ફળીયા ને અલગ પંચાયત ફાળવી દેતાં પંચાયત અલગ કરવામાં આવતા ચેલાવાડા ના યુસુફ ફળીયા ના ઘરોનો પણ કોઈપણ જાતની કોઈ સંમતિ વગર ગેરકાયદેસર રીતે તરીયાવેરી ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવામાં આવતા ચેલાવાડા ના રહીશોએ ઘોઘંબા ટીડીઓને અરજી લખીને તેમને મળતા લાભો થી તેમને વંચિત કરવાના પ્રયત્નો રૂપે આ રમત રમાતી હોય તો તેમનો પુનઃ ચેલાવાડા ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવેલ છે તેમજ બંને પંચાયતના ઠરાવ કરાવી ને જિલ્લા લેવલે મોકલવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા ગામ લોકોની ખોટી સહીઓ કરી આ ગતકડું કરાવનાર તલાટી અને સરપંચ ઉપર કાયદેસરની ફરિયાદ કરવામાં આવે કાર્યવાહી કરવામાં આવે તેવી ગામલોકોએ આજરોજ ઘોઘંબા ટી.ડી.ઓ. સાહેબ ને રજૂઆત કરી હતી