ઘોઘંબા તાલુકા ક્ષત્રિય સંગઠન દ્વારા 261 બ્લડ ડોનેશન નો મહાયજ્ઞ કરવામાં આવ્યો

ઘોઘંબા તાલુકા ક્ષત્રિય સંગઠન દ્વારા 261 બ્લડ ડોનેશન નો મહાયજ્ઞ કરવામાં આવ્યો
મિતુલ શાહ
ઘોઘંબા તાલુકા ક્ષત્રિય સંગઠન દ્વારા 261 બ્લડ ડોનેશન નો મહાયજ્ઞ કરવામાં આવ્યો
ઘોઘંબા તાલુકા ક્ષત્રિય સંગઠન દ્વારા 261 બ્લડ ડોનેશન નો મહાયજ્ઞ કરવામાં આવ્યો

મિતુલ શાહ ઘોઘંબા

રક્તદાન મહાદાન ફરી એકવાર કોરોના મહામારીમાં 208 બ્લડ ડોનેશન કર્યા બાદ ઘોઘંબા તાલુકા ક્ષત્રિય સંગઠન દ્વારા 261 બ્લડ ડોનેશન નો મહાયજ્ઞ કરવામાં આવ્યો.ધોધંબા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા અને યુવા મોરચા દ્વારા સેવા કાર્યો મા મોખરે રહેલા સેવા ભાવી યુવાનો દ્વારા આજરોજ ધોધંબા સ્વામી નારાયણ પાલ્લી ખાતે રકતદાન શીબીર નુ આયોજન કરાયું હતું. કોરોના મહામારી ને કારણે જયારે ઠેર ઠેર રકત ની જરૂરિયાત ઉભી થઇ રહી છે ત્યારે ધોધંબા ના ઉત્સાહિત યુવાનો દ્વારા છેલ્લા એક વર્ષ મા સાતમી વખત કેમ્પો નુ આયોજન કરી પંચમહાલ મા ધોધંબા નુ નામ રોશન કર્યું છે. ત્યારે ધોધંબા સ્વામિનારાયણ મંદિર ખાતે રેકોર્ડ બ્રેક૨૬૧/ બોટલ રકતદાન થતા લોકોની રકતદાન પ્રત્યે ની રૂચી ને પ્રોત્સાહન મળતુ જાય છે રકતદાન ને લોકો એમજ કાઈ મહાદાન નથી કહેતા. પ્રભુ એ મફતમાં આપેલ આપણા શરીર નુ લોહી પરોપકાર મા કામ લાગે એનાથી મોટુ બીજુ કયુ પુણ્ય હોઈ શકે