ઘોઘંબા ના ખેડૂતોને લાખોનો ચુનો ચોપડી ફરાર થયેલા બંટી બબલી ને ઝડપી લેતી રાજગઢ પોલીસ

મિતુલ શાહ ઘોઘંબા

ઘોઘંબા ના ખેડૂતો સાથે લાખો ની ઠગાઈ કરી અનાજ ઉઘરાવી ને ભાગી છુટયા હતા

આવા કેટલા ખેડૂતોને લૂટયા તે તપાસનો વિષય

મળતી માહિતી પ્રમાણે દિલીપ ભાઈ ચમન ભાઈ રાદડીયા અને તેની પત્ની કાજલ બેન ના ઓ એ પંચમહાલ જીલ્લા ના ઘોઘંબા ખાતે કુબેર એન્ટરપ્રાઇઝ ના નામે દુકાન નાખી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ના ખેડૂતો  ને વિશ્વાસ માં લઇ પ્રથમ  ઉધાર માં અનાજ ખરીદી કરેલી અને તેના પૈસા ચૂકવી દીધેલા જેથી ખેડૂતો ને પાકો વિશ્વાસ આવી જતા છેલ્લા બે વર્ષ માં ઘોઘંબા તાલુકાના તેમજ પાવીજેતપુર તાલુકાના ખેડૂતો પાસે થી અનાજ ખરીદી કરી ને પૈસા ચૂકવ્યા વિના ભાગી છુટેલ અને આ આરોપી હાલ ખાખરીયા તાલુકો. સાવલી જીલ્લો વડોદરા ખાતે હોવાની બાતમી રાજગઢ પોલીસ સ્ટેશનના પી એસ આઈ આર આર ગોહીલ ને મળેલ અને ઉચ્ચ અધિકારીઓ ની સૂચના અને માર્ગદર્શન માં પી એસ આઈ રાજગઢ ના ઓ એ આ કેસ માં ઊંડો રસ લઈ પોતાના સૂત્રો ને કામે લગાડી તલસ્પર્શી તપાસ કરી ઉપરોક્ત આરોપી દિલીપ ભાઈ રાદડીયા મૂળ રહેવાસી માધવીપુર તાલુકો જસદણ જીલ્લો રાજકોટ ના ને સાવલી તાલુકાના ખાખરીયા મુકામે થી ઝડપી લીધો હતો અને રાજગઢ પોલીસ સ્ટેશનમાં લાવતા ભોગ બનેલા ખેડૂતો રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા પોલીસે વધુ તપાસ માટે આરોપી ની ધરપકડ કરી ને કાર્યવાહી શરૂ કરી છે