શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને મા ભારતી સેવા સમિતિના સહયોગથી જરૂરિયાત મંદ પરિવારોને વિનામૂલ્યે ધાબળા વિતરણ.

મિતુલ શાહ ઘોઘંબા

  શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશન વડોદરા અને મા ભારતી સેવા સમિતિ હાલોલના સંયુક્ત ઉપક્રમે હાલોલ તથા ઘોઘંબા તાલુકાના જુદા જુદા બાઢવા,ગણેશપુરી,ચાપરા, ગંભીર પુરા, જેવા ગામડાઓમાં જરૂરિયાત ધરાવતા લોકોને ૧૦૦ નંગ ધાબળાનુ વિતરણ કરવામાં આવ્યું. સમાજમાં વિવિધ રીતે સેવાકીય પ્રવૃત્તિઓ કરી ઉત્તમ અને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડતી આ બંને સંસ્થાઓ દ્વારા ઘેર ઘેર ફરીને જે ચોક્કસ લોકો જરૂરિયાત ધરાવે છે તેવા પરિવારોની મુલાકાત લઈને લાભ આપવામાં આવ્યો છે.શ્રી રંગ સેવાઓ તીર્થ ફાઉન્ડેશનના સભ્ય રાજેશકુમાર પટેલ પણ હાજર રહ્યા હતા.
     મા ભારતી સેવા સમિતિના સેવાકીય કાર્યો થતી શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી કનુભાઇ લીમ્બાચીયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.