ધોધંબા મેઈન બજારમાં જાહેર રસ્તા પર અનેક ને અડચણ રૂપ બીએસએનએલ નુ ડી.પી જે હટાવવા અનેક રજૂઆત પરિણામ શૂન્ય

ધોધંબા મેઈન બજારમાં જાહેર રસ્તા પર અનેક ને અડચણ રૂપ બીએસએનએલ નુ  ડી.પી જે હટાવવા અનેક રજૂઆત પરિણામ શૂન્ય

છેલ્લા પંદર વર્ષ થી ધોધંબા મેઈન બજારમાં જાહેર રસ્તા પર અનેક ને અડચણ રૂપ બીએસએનએલ નુ એક ડી.પી મુકેલ છે. જે હટાવવા બાબતે કેટલીક વખત ઉપરી અધિકારીઓ ને જણાવેલ છે. પરંતુ વ્યકતિગત દુશ્મની ને વશ થઈને જેટલું ત્યાથી હટાવવા નુ કહે તેટલુ જ વધારે વાયરો ના ગુચડા બાધી બાધી ને વારંવાર દરવાજા ખોલબંધ કરી છાસવારે ખાડા ખોદી ત્યાં રીપેરીંગ ના બહાને દુકાન ની આગળ હોઈ દુકાનદાર ને હેરાન પરેશાન કરવા ના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દુકાન દાર ના ઓટલે અને ધરે પણ વગર કામના વાયરો ના ગુચડા મારી જાણી જોઈને રાજકીય કીન્નાખોરી થી હેરાનગતિ કરવામાં આવી રહી છે. બીએસએનએલ ના અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી જો સદર ડી.પી નહી હટાવવા મા આવે તો દુકાનદાર દ્વારા ગાધી ચીધ્યા માર્ગે પગલા લેવામાં આવનાર હોવાનુ જાણવા મળે છે