કાટું થી દેવગઢ બારીયા જતો મુખ્ય રસ્તો કાટું થી દુધિયા નદીના પુલ સુધી રસ્તામાં ખાડા પડતાં બિસ્માર હાલતમાં

 ફેરવાઈ ગયો છે,ત્યારે આ રસ્તા ની કામગીરી એક વર્ષ પહેલાં જ થઈ પૂર્ણ થઈ હતી પરંતુ તંત્ર ના બોગસ કામગીરીના લીધે ચોમાસાના ચાર મહિના માં ઉડા ઉડા ખાડા માં ફેરવાઈ ગયો જોવા પામ્યો છે,ત્યારે આ રસ્તા પર આવતાં કાંટુ,વાવ,લવારીયા,ગજાપુરા ,બામરોલી જેવાં અનેક નાનાં મોટાં ગામો આવેલાં હોવાથી આ મુખ્ય રસ્તા પર સરકારી એસ.ટી બસ તથા પ્રરાવેટ વાહનોની અવર જવર પણ વધુ જોવાં મળે છે,જ્યારે બીજી તરફ ઘોઘંબા થી દેવગઢ બારીયા આવવાં જવા માટે  આ રસ્તો ખૂબ સીધો છે.ત્યારે આ વિસ્તાર ના અનેક ગામના લોકો ને રોડ ખરાબ થવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા તાત્કાલીક રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ કરવામાં આવી રહી છે.તે અંગે રજુઆત કરવા મા પણ આવી છે. તેવી જ રીતે ધોધંબા ગામમાં મેઈન બજારમાં પણ રોઙ પહોળો કરવાની કામગીરી માટે ટેન્ડર અપાયુ હતુ. જે દીવાળી આવતા બંધ કરી દેવામાં આવતા આખો રોડ ઉપર ધુળ અને દળ ની એવી ડમરીઓ ઉડે છે કે પ્રજા ત્રાહિમામ થઈ જાય છે. રોડ નુ કામ હવે દીવાળી જતા પુનઃ શરૂ કરવામાં આવે તથા ત્યા સુધી પાણી છંટકાવ વા મા આવે તો કોરોના ની આ મહામારી મા લોકો છીકતા બંધ થાય