છોટાઉદેપુરમાં ચાલતી શાળાઓમાં થતી ભીડ ઉપર સરકાર અને તંત્ર મૌન કેમ ?

છોટાઉદેપુરમાં ચાલતી શાળાઓમાં થતી ભીડ ઉપર સરકાર અને તંત્ર મૌન કેમ ?

ઝાકીર અંધી છોટાઉદેપુર

છોટાઉદેપુર જીલ્લામાં ચાલતી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં હાલ પરિક્ષા ચાલી રહીછે ત્યારે આ ભીડમાં સરકારી તંત્ર કેમ મૌન સેવી રહ્યુછે  આ જીલ્લાની તમામ શાળાઓમાં ભીડ્માજ છોકરાઓ પરિક્ષા આપી રહ્યાછે બીજી તરફ જાહેર પરિક્ષાઓ પણ હાલમાં લેવાઈ હતી જેમાં પણ ભીડ  એકત્રિત થતીહતી અને બીજીતરફ અલ્પાહાર કે ખાણી પીણી ની લારીઓ જ્યાં બે ચાર વ્યક્તિની ભીડ હોય ત્યાં કડક અમલવારી થતી હોયછે એટલે લોકતંત્રમાં સૌને સમાન ન્યાય મળતો નથી અને  તેથી લોકશાહી કહેવાય નહિ એ યથા સ્થાને છે  વાયરસ એ અત્ર તત્ર સર્વત્ર હોયછે  અને કોરોના વેક્સીન લેનારને પણ કોરોના થતો હોયછે ત્યારે શું માનવું? એટલે કોરોના શાળા કોલેજોમાં પણ ફેલાય એ સંભવિત છે ત્યારે સરકાર એક તરફ શાળાઓમાં ભીડ ચાલુ રાખે અને બીજી તરફ રોજગાર લુંટતા ફેરિયાઓને રોજગાર બંધ કરાવે અને તે પણ મહાનગરોના સમય કરતા પણ વહેલા ? આ મોટી અસમાનતા સ્પષ્ટ લોકોને જોવા મળી હતી અને તેની ચર્ચા લોકોમાં જોવા મળી હતી એટલે સરકાર અને સરકારી તંત્ર પ્રશંશા થાય તેવું કામ કરી લોકોમાં સરાહના થાય તેવી સમાન ,તટસ્થ કામગીરી કરે તેવી લોકમાંગ છે