છોટાઉદેપુર નગરમાં આઠ મહાનગર કરતા પણ વહેલા દુકાનો બંધ કરાવનાર તંત્ર સામે લોકો ખફા

છોટાઉદેપુર નગરમાં આઠ મહાનગર કરતા પણ વહેલા દુકાનો બંધ કરાવનાર તંત્ર સામે લોકો  ખફા

ઝાકીર અંધી છોટાઉદેપુર

છોટાઉદેપુર જીલ્લાના છોટાઉદેપુર શહેરમાં હાલ કોરોનાના કેસ વધુ આવતા તંત્ર દ્વારા નાની  લારીની ફેરીથી પેટીયું રડતા ઇસમોની લારીઓ વહેલી બંધ કરાવવામાં આવેછે  રોજીંદી આજીવિકા મેળવતા આ  ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે  સાંજથી રાત્રીના અલ્પાહાર કે ખાણી પીણીની  લારીઓ ધરાવતા નાણા ધંધાર્થીઓ પોતાના પરિવારનું માંડ ગુજરાન ચાલે તે રીતે ધંધો કરેછે  આ ધંધાર્થીઓએ  જણાવ્યું હતું કે છેલ્લા  એક વર્ષથી ધંધામાં ભારે મંદી છે ત્યારે આઠ મહાનગરમાં  વ્યાપકકોરોનાના કેસ હોવા છતાં રાત્રીના ૯ કલાકથી સવારના ૬ કલાક સુધી રાત્રી કરફ્યુંનો અમલ કરાવવામાં આવેછે ત્યારે છોટાઉદેપુર નગરના વિવિધ વિસ્તારમાં કેમ દુકાનો રાત્રીના આઠ વાગે બંધ કરાવવામાં આવેછે ? આ દુકાનો માટે સરકાર કે સરકારી તંત્ર તકેદારી સ્વરૂપે સલાહ સૂચન કે ગાઈડ લાઈન બહાર પાડી તેનો અમલ કરાવે તે યથા સ્થાને છે અને તેમાં દુકાનદારોનો સહયોગ પણ અનીવાર્યછે આમ એક તરફ રોજગારનો પ્રશ્નાછે  બીજી તરફ કોરોના છે જેમાં કોરોનાની જીત થાયછે અને રોજગાર અને તેના ઉપર નભતા લોકોની મહાત થાયછે લોકો પાસે રોજગાર નથી ત્યારે તંત્ર રોજગાર કરતા લોકોને મદદરૂપ બને અને સમયમાં થોડી છૂટ છાટ આપે તેવી લોક માંગ છે