છોટાઉદેપુર જિલ્લા ભાજપાના કાર્યકરો કોવીડ- ૧૯ રસીકરણ અભિયાનમાં જોડાશે

છોટાઉદેપુર જિલ્લા ભાજપાના કાર્યકરો કોવીડ- ૧૯ રસીકરણ અભિયાનમાં જોડાશે
છોટાઉદેપુર જિલ્લા ભાજપાના કાર્યકરો કોવીડ- ૧૯ રસીકરણ અભિયાનમાં જોડાશે

પરિમલ પટેલ

છોટાઉદેપુર જિલ્લા ભાજપાના કાર્યકરો કોવીડ- ૧૯ રસીકરણ અભિયાનમાં જોડાશે
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં જિલ્લા ભાજપાના કાર્યકરો કોવીડ ૧૯ રસીકરણ અભિયાનમાં જોડાઈને લોકોમાં જનજાગૃતિ લાવીને રસીકરણનો વધુમાં વધુ લોકો લાભ લે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું હોવાનું છોટાઉદેપુર જિલ્લા મહામંત્રી અને કોવીડ ૧૯ રસીકરણ અભિયાનના ઇન્ચાર્જ પ્રો.શંકરભાઇ રાઠવાએ અખબાર યાદીમાં જણાવ્યું છે 
   સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં ભાજપાને જંગી જીત પ્રાપ્ત થઇ હતી જયારે બીજી તરફ કોરોના મહામારીએ ફરીવાર રાજ્યમાં માથું ઉચક્યું છે ત્યારે ભારત સરકાર ઘ્વારા વેક્સિનેશન કરવાની કામગીરીમાં પણ વધારો કરાયો છે રાજ્ય સરકારના આરોગ્યતંત્ર ઘ્વારા તારીખ ૧૯ માર્ચથી ૨૬ માર્ચ સુધી જિલ્લાના પ્રત્યેક બૂથમાં કોવીડ ૧૯ રસીકરણ અભિયાનનો પ્રારંભ કર્યો છે ત્યારે તેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દરેક બૂથમાં પ્રજાની વચ્ચે જઈને કોરોના રસી વિષે જાણકારી આપી રસીકરણ કરાવી કોરોના હેલ્થ વોરિયર્સને સહયોગ પૂરો પાડે તેવી સૂચના જિલ્લાના મહામંત્રી અને કોવીડ૧૯ રસીકરણ અભિયાનના ઇન્ચાર્જે તાલુકાના પ્રમુખ,મહામંત્રીને આપી પ્રત્યેક સીએચસી,પીએચસી કેન્દ્રોના ઇન્ચાર્જ,સહ ઇન્ચાર્જ બનાવી અસરકારક કામગીરીમાં સહયોગ કરવા સૂચના આપી હતી.સાથે સાથે જે બૂથમાં રસીકરણ થાય ત્યાં બિસ્કિટ,ફ્રૂટ અને પાણીની વ્યવસ્થા કરવા અંગે સૂચના આપી હતી.૪૫ વર્ષથી ૫૯ વર્ષના ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓ અને ૬૦ વર્ષ કે તેથી મોટી ઉંમરના વયોવૃદ્ધોને રસીકરણ સ્થળે લાવવા,લઇ જવાની વ્યવસ્થા કરવા કાર્યકરોને સૂચના આપવામાં આવી છે આમ કોવીડ ૧૯ રસીકરણ અભિયાનને સફળ બનાવવા પ્રત્યેક બૂથમાં કાર્યકરોને માસ્ક અને ખેસ ધારણ કરી પ્રચાર,પ્રસારની કામગીરી પણ કાર્યકરોને સોંપવામાં આવી છે આમ છોટાઉદેપુર જિલ્લા ભાજપાના કાર્યકરો કોવીડ- ૧૯ રસીકરણ અભિયાનમાં જોડાઈને વહીવટીતંત્રને સહયોગ પૂરો પાડશે તેમ છોટાઉદેપુર જિલ્લાના મહામંત્રી અને કોવીડ ૧૯ ના ઇન્ચાર્જ પ્રો.શંકરભાઇ રાઠવાએ જણાવ્યું હતું.