છોટાઉદેપુર જિલ્લામાં covid 19 વેક્સિન માટેની ડ્રાયરન (મોક ડ્રિલ ) નું આયોજન કરવામાં આવ્યું.

પ્રીતમ કનોજીયા ભીખાપુરા
   છોટાઉદેપુર ખાતે  આગામી દિવસોમાં covid વેક્સિન ની   કામગીરી સુચારુ રૂપે થાય તે માટે આજે તા.5/01/2021 ને મંગળવારના રોજ જિલ્લા માં ડ્રાયરન (મોક ડ્રિલ ) યોજાઇ હતી. માનનીય કલેકટર સાહેબ શ્રી અને  માનનીય જીલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ આરોગ્ય શાખા ના  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એ ડ્રાયરન (મોક ડ્રિલ )નું  નિરીક્ષણ કર્યું હતું.  છોટાઉદેપુર જિલ્લામાં covid વેક્સિન માટે સર્વે સ્ટોરેજ કોલ્ડ  ચેન ની વ્યવસ્થા સાથે સંપૂર્ણ તૈયારીઓ થઇ ચૂકી છે આગામી દિવસોમાં વેક્સિન ની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જે સુવ્યવસ્થિત રીતે પાર પડે તે માટે આજરોજ વેક્સિન ની ડ્રાયરન (મોક  ડ્રિલ ) જિલ્લાના જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર , અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુર, phc  પાલસંડા તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ મુકામે યોજાઇ હતી. આ કામગીરી દરમિયાન સ્ટાફ ની  પ્રતિબદ્ધતા વેક્સિનેશન ની સંપુર્ણ કામગીરી તત્કાલ નિર્ણય  શક્તિ દરેક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે આગામી દિવસોમાં યોજાનાર વેક્સિનેશન દરમિયાન લોકોને મૂંઝવતા પ્રશ્નો વિષે પણ સ્થળ પર ના ડોક્ટર અન્ય કર્મીઓ દ્વારા પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ડ્રાયરન  એટલે એક પ્રકારની મોક ડ્રિલ જેમાં સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ વેક્સિનેશન  માટેની  માહિતી અને શિક્ષણનો પ્રચાર પ્રસાર કોલ્ડ સ્ટોરેજ  થી લઈને રસીકરણ કેન્દ્ર સુધી રસી લઈ જવાની વ્યવસ્થા રસી કરણ અને બાયોમેડિકલ વેસ્ટના નિકાલનીતમામ વ્યવસ્થા સહીત  પ્રક્રિયા કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં covid 19 વેક્સિંન  માટેની ડ્રાય રન (મોક ડ્રિલ ) નું આયોજન કરવામાં આવ્યું.