છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ખટાશ ગામે સાંસદ શ્રીમતી ગીતાબેન, ધારાસભ્ય શ્રી મોહનસિંહ રાઠવા. તથા જિલ્લાસદસ્યશ્રી ઉર્મિલા બેન રાઠવાના હસ્તે PHC નું ખાતમુહર્ત.

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ખટાશ ગામે સાંસદ શ્રીમતી ગીતાબેન, ધારાસભ્ય શ્રી મોહનસિંહ રાઠવા. તથા  જિલ્લાસદસ્યશ્રી ઉર્મિલા બેન રાઠવાના હસ્તે PHC નું ખાતમુહર્ત.
પ્રીતમ કનોજીયા
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ખટાશ ગામે સાંસદ શ્રીમતી ગીતાબેન, ધારાસભ્ય શ્રી મોહનસિંહ રાઠવા. તથા  જિલ્લાસદસ્યશ્રી ઉર્મિલા બેન રાઠવાના હસ્તે PHC નું ખાતમુહર્ત.

       છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર  તાલુકામાં આવેલા ખટાસ ગામ માં  બનવા જઈ રહેલ  PHC સેન્ટર થી આજુબાજુના બાર ગામોને આ સેન્ટરનો લાભ મળશે.  આ સેન્ટર બનવાથી આજુબાજુના ૧૮થી ૨૦ હજાર જેટલા લોકોને પોતાની બીમારીઓ માટે બહારગામ જવું નહીં પડે.
   આ PHC 2015-16 મા મંજૂર થયેલું આજરોજ 27/11/2020 તેનું ખાતમુહૂર્ત કરવા માં આવ્યું.અને લગભગ  5 થી 6 મહિના માં કામ પૂર્ણ થશે.
    આજના પ્રસંગે સંસદ સભ્ય શ્રીમતી ગીતા બેન રાઠવા,  ધારાસભ્ય શ્રી મોહનસિંહ રાઠવા, DHO  છોટાઉદેપુર,  જિલ્લા સદસ્ય ઉર્મિલાબેન રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રમણભાઇ બારીયા, APMC ડિરેક્ટર જયેન્દ્રસિંહ,  ગામના વડીલ શ્રી મોહનસિંહ ફતેસિંહ, જિલ્લા પૂર્વ  પ્રમુખ જસુભાઇ,  જિલ્લા પંચાયત વડોદરા પૂર્વ પ્રમુખ રાજેશભાઈ પટેલ, APMC વાઇસ ચેરમેન ગોવિંદભાઈ, કોન્ટ્રાક્ટર હિરેન તડવી,  તાલુકા હેલ્થ ઓફિસર,તથા  ગામના સરપંચ, આરોગ્ય ખાતાનો તમામ સ્ટાફ તથા  ગ્રામજનો હાજર રહ્યા હતા.
      સંસદ સભ્ય શ્રી ગીતાબેન ને જણાવ્યું કે આ કોરોના મહામારીમાં દરેક વ્યક્તિ પોતાનું તથા પોતાના પરિવારનું રક્ષણ કરે આરોગ્ય ખાતાની ગાઈડ  નું પાલન કરે મોઢા ઉપર માસ્ક પહેરો. પોતાના હાથ  વારંવાર સાબુ કે સેનેટાઈઝર થી સાફ કરતા રહો સોશિયલ distance જાળવવા તેઓએ અનુરોધ કર્યો હતો.
    આજરોજ આ PHC નું ખાતમુહૂર્ત થવાંથી ગામ લોકો તથા આજુબાજુ ના ગામ ના લોકો માં ખુશી ની લહેર જોવા મળી છે.