ચલામલી ખાતે બ્રહ્માકુમારી ઘ્વારા મહાશિવરાત્રીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી

ચલામલી ખાતે બ્રહ્માકુમારી ઘ્વારા મહાશિવરાત્રીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી
પરિમલ પટેલ
ચલામલી ખાતે બ્રહ્માકુમારી ઘ્વારા મહાશિવરાત્રીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી

બોડેલી તાલુકાના ચલામલી ગામે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય તરફથી મહાશિવરાત્રીની પ્રભુપ્રિય સંતાનોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી 
    બોડેલીના ચલામલી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વની ઉજવણી બ્રહ્માકુમારી હોલમાં બપોરે ૨:૩૦ વાગ્યાથી કરવામાં આવી હતી જેમાં શિનોર સેવાકેન્દ્રના રાજયોગીની બ્રહ્માકુમારી ધરતીબેન,ચલામલી સેવાકેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી સેજલબેન,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરેલ કડાછલા જિલ્લા પંચાયતના સભ્ય અમરસીંગભાઇ વણજારા,નવાટિમ્બરવા તાલુકા પંચાયત સદસ્ય યોગિનાબેન ભગત,સંખેડા તાલુકા પંચાયત સદસ્ય હર્ષકુમાર તડવી,વણઘા ચલામલી કેળવણી મંડળના પ્રમુખ શાંતિભાઈ પટેલ,ચલામલી હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય કનુભાઈ પટેલ,ચલામલી ડેપ્યુટી સરપંચ મુચકંદભાઈ ભગત સહીત આજુબાજુના ગામના પ્રભુપ્રિય સંતાનો ઉપસ્થિત રહ્યા હતા.મહાશિવરાત્રી પર્વની ઉજવણીના કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કનુભાઈ પટેલે કર્યું હતું બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય રાજયોગીની બ્રહ્માકુમારી હૃદયમોહિનીજી ઉર્ફે દાદીજીનું ૧૧ મી માર્ચના રોજ નિધન થયું હતું તેમને શ્રદ્ધાંજલિ આપવા પ્રભુપ્રિય સંતાનોએ ૧ મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું કડાછલા જિલ્લા પંચાયતમાં વિજય પ્રાપ્ત કરનાર સભ્ય અમરસીંગભાઇ વણજારા,તાલુકા પંચાયત સદસ્ય યોગિનાબેન,હર્ષકુમારનું ચલામલી બ્રહ્માકુમારી સંસ્થાના સંચાલિકા બ્રહ્માકુમારી સેજલબેન ઘ્વારા સાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવ્યું હતું.મહાશિવરાત્રી કાર્યક્રમના મુખ્ય વકતા બ્રહ્માકુમારી ધરતીબેને કાર્યક્રમને અનુરૂપ વક્તવ્યનો પ્રભુપ્રિય સંતાનોને લ્હાવો આપ્યો હતો.કાર્યક્રમના અંતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ પ્રભુપ્રિય સંતાનોએ મહાભોગનો લ્હાવો લઈને સાંજે છુટા પડ્યા હતા.આમ ચલામલી ગામે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ઘ્વારા મહાશિવરાત્રીની પ્રભુપ્રિય સંતાનોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી