ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાનું એલાન.

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા  અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાનું એલાન.

પ્રીતમ કનોજીયા ભીખાપુરા

ગુજરાત રાજ્ય આરોગ્ય મહામંત્રી સંઘ દ્વારા મંગળવારથી પોતાની પડતર માગણીઓ ન સંતોષાતા અચોક્કસ મુદતની હડતાળનું એલાન જાહેર કર્યું છે જેમાં રાજ્યની સાત  કેટેગરીનો સમાવેશ થાય છે જેમા  મુખ્ય માંગણી આરોગ્ય કર્મચારીઓની ગ્રેડ પે બાબતની છે આ બાબતે છેલ્લા બે વર્ષ થી રાજ્ય સરકાર મહા સંઘ દ્વારા સમાયંતરે લેખિત અને મૌખિકવાત ચિતો  તો પણ કરવામાં આવી હતી પરંતુ રાજ્ય સરકાર દ્વારા   તેને થોડો સમય લાગશે તેમ લેખિતમાં જવાબ આપી જણાવ્યું હતું તેમ છતાં આ બાબતનો કોઈ નિરાકરણ નહીં આવતાં આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરી છે આરોગ્ય વેક્સિન અમે કોઈને આપીશું અને  હું પણ નહીં તેવી ચિમકી ઉચ્ચારી હડતાલ પાડવામાં આવેલ છે જેમાં વડોદરા જિલ્લા એ પણ આ બાબતે મહાસંઘના સમર્થન આપેલ છે અને આ હડતાળને પાદરા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા જાહેર ટેકો આપવામાં આવે છે. આગામી સમયમાં  ઉતરાયણનો તહેવાર પણ આવી રહ્યો છે ત્યારે 16 જાન્યુઆરી થી ભારત સરકાર દ્વારા કોરોના વેકેશન કાર્યક્રમનો પ્રારંભ થતો હોય ત્યારે એવા સમયમાં આરોગ્ય કર્મચારીઓ એ પોતાની માંગણીઓને લઈ તેનો બહિષ્કાર કરવામાં આવશે તો પ્રજાના આરોગ્ય અંગે જવાબદારી કોના શિરે આવશે તે ચિંતાનો વિષય બન્યો છે.