છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના આંબાખૂટ ગામે સ્વરાજ્યની ચૂંટણી નો બહિષ્કાર કરતા ગ્રામજનો.

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના આંબાખૂટ ગામે સ્વરાજ્યની ચૂંટણી નો બહિષ્કાર કરતા ગ્રામજનો.

પ્રીતમ કનોજીયા/અલ્તાફ મકરાણી

છોટાઉદેપુર જિલ્લાના આંબાખૂટ ગામે ૧૯૮0- ૮૧ના વર્ષમાં સુખી ડેમ બનાવવાના કારણેઆ ગામ  વિસ્થાપિત કરવામાં આવ્યું હતું જેને કારણે સરકાર દ્વારા આબાખુંટ ગામની ૪૦ ટકા જેટલી જમીન ડેમના સ્ત્રાવ વિસ્તારમાં ડુબાણ ગઈ હતી અને ૬૦ ટકા જેટલી જમીન ખુલ્લી હતી એમાં આંબાખૂટ ગ્રામજનોએ વસવાટ કર્યો છે છેલ્લા ૪૦ વર્ષથી આબાખુટ  ના રહીશો ત્યાં રહે છે ત્યાં ની  વસ્તી લગભગ  750 જેટલી હસે. આંબાખૂટ ગામે ડુબાણમાં જાહેર કરીને અમારા ગામની રેવન્યુ રેકર્ડ પરથી ઓળખ નાબૂદ કરી દેવામાં આવી હતી. જેના કારણે ગ્રામજનોને સરકારી લાભો મળતા નથી.  હાલમાં આંબાખૂટ ગામ રેવન્યુ વિલેજ નથીજેના કારણે ગામના લોકોને જાતિના દાખલા આવકના દાખલા વેરા પાવતી મળતી નથી આ ઉપરાંત નવા વીજ કનેક્શન આવાસના લાભ સૌચાલય ના લાભ રહેઠાણના પુરાવા બીજા ઘણા અન્ય સરકારી લાભો મળતા નથી જેની રજૂઆત વારંવાર ગ્રામજનોએ સરકારને કરી છે પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી. સરકાર દ્વારા આંબાખૂટ ગ્રામજનોને પોતાના લાભ માટે મતદાર યાદીમાં સમાવાયા છે.આંબાખૂટ ગામ નો અલગ બુથ  પણ બનાવવામાં આવે છે ગ્રામજનો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાન સભા અને લોકસભાની ચૂંટણીની અંદર મતદાન પણ કરીએ છીએ પરંતુ અમારા ગ્રામજનોનો ઉપયોગ ફક્ત મત લેવામાં જ થાય છે પરંતુ અમને કોઈ પણ જાતનો સરકારી લાભ મળતો નથી અમારા ગામના હજી કોઈ પણ રહેઠાણના પુરાવા પણ નથી. દેશભરમાં સરકાર દ્વારા એન આર સી લાગુ થાય તો અમારા અસ્તિત્વ સામે સવાલ ઉભો થાય તેમ છે અને ગ્રામજનોએ વારંવાર ગામને રેવન્યુ વિલેજ તરીકે માન્યતા અપાવવા માટે મામલતદાર શ્રી કલેકટરશ્રી મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે તેમ છતાં વર્ષોથી હજુ કોઇ પણ પરિણામ મળ્યું નથી માટે આગામી સ્વરાજ્યની ચૂંટણીની અંદર અમો સર્વે ગામના લોકો તેનો બહિષ્કાર કરવા માટેની ચીમકી સરકારને આપી છે. અને તેનું  આવેદનપત્ર પણ મામલતદારશ્રી ને રજૂ કર્યું છે.