છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગઢ ભીખાપુરા ગામે પશુ દવાખાના નું ખંડેર તથા દયનીય હાલતમાં.

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગઢ ભીખાપુરા ગામે પશુ દવાખાના નું   ખંડેર તથા  દયનીય હાલતમાં.
પ્રીતમ કનોજીયા
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગઢ ભીખાપુરા ગામે પશુ દવાખાના નું   ખંડેર તથા  દયનીય હાલતમાં.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગઢ ભીખાપુરા ગામે પશુ દવાખાના નું   ખંડેર તથા  દયનીય હાલતમાં.

પ્રીતમ કનોજીયા ભીખાપુરા

ગઢ ભીખાપુરા  ની આજુબાજુના તમામ ગામોની અંદર ના લોકો મોટાભાગે પશુપાલનનો વ્યવસાય  કરે છે. આ લોકોને જ્યારે પોતાનું પશુ બીમાર પડે છે ત્યારે ભીખાપુરા પશુ  દવાખાનુ હોવા છતાં પણ તેઓને દૂર સુધી પશુઓની સારવાર કરાવવા માટે જવું પડતું હોય છે.  અને  પોતાના ગામથી પશુ દવાખાનુ દૂર હોવાથી પશુ માલિકને કોઈક વાર પોતાનું પશુ  ગુમાવવુ પડતુ હોય છે અને તેઓ ને   ખૂબ મોટુ નુકશાન થાય છે.  તંત્રને વારંવાર  જાણ કરવા છતાં પણ જગતના તાતની કોઈ ફિકર ચિંતા કે નહીં તેમ જણાઈ રહ્યું છે અહીંના ખેડૂતો મોટાભાગે દુધાળુ પશુઓનો વધારે પ્રમાણમાં ઉછેર કરતા હોવાના કારણે તેઓના પશુ ને કોઈક બીમારી થાય ત્યારે સ્થાનિક ડૉક્ટરની જરૂર હોય છે. અને  ભીખાપુરા ની માર્કેટીંગ યાર્ડની અંદર પશુ બજાર પણ ભરાય છે. આવા સમયે પણ બીમાર પશુઓને સારવારનો લાભ મળતો નથી અને આખરે પશુ માલિકોએ પશુને હાટ  બજારમાં વેચી દેતા હોય છે  જો અહીં પશુ દવાખાનું કાર્ય રત થાય તો  અહીંના પશુ માલિકો ને  પોતાના પશુ ધન વેચવાનો વારો ના આવે. માટે ભીખાપુરા ની આજુબાજુ ના તમામ લોકો પશુ દવાખાનું નવેસર થી કાર્યરત થાય તેવી માંગ કરી રહ્યા છે.  દવાખાનું ના હોવાના કારણે તેઓને બહારગામથી  તે પશુ માટે લાવવામાં   આવતી દવા ખૂબ જ મોંઘા ભાવે મળે છે. જો અહીં ગઢ ભીખાપુરા માં ફરીથી પશુ દવાખાનું  ફરી ચાલુ કરવા મા આવે તો આજુબાજુ ના લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. તેમ લોકો ના મોઢે વાતો ચર્ચાઈ રહી છે.