પંચમહાલ ના ઘોઘંબા તાલુકામાં દીપડાના હુમલામાં અવસાન પામેલા બાળકોના પરિવારને મંત્રી જયદ્રથસિંહ પરમારના વરદહસ્તે સહાયનું વિતરણ

ભોગ બનેલા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું
          પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં દીપડાના હુમલામાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનોને કૃષિ, પંચાયત અને પર્યાવરણમંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે મરણોત્તર સહાયના વળતરનો ચેક આપવામાં આવ્યો હતો. મંત્રી એ ભોગ બનેલા પરિવારને સાંત્વના પાઠવવા સાથે દ્વારા આ દીપડાને પાંજરે પૂરવા કરાયેલા આયોજન અંગે માહિતી મેળવી આ કવાયત ઝડપી બનાવવા વનવિભાગના સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી. છેલ્લા ૧૫ દિવસના ગાળામાં ઘોઘમ્બા તાલુકાના અલગ-અલગ ગામોમાં દીપડા દ્વારા કરવામાં આવેલા હુમલાને પગલે બે બાળકોના તેમજ એક વાછરડી મૃત્યુ પામ્યા હતા. જેને પગલે જિલ્લાના વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પિંજરા મુકવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્ય કક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ભોગ બનેલા પરિવારોની મુલાકાત લઈ સંવેદના પ્રકટ કરી હતી. આ ઉપરાંત, ગોયાસુંડલ ગામે મંત્રી .એ વનવિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં જિલ્લા કલેકટર  અમિત અરોરા, નાયબ વનસંરક્ષક મીણા તેમજ આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગ્રામજનોની રજૂઆત  જયદ્રથસિંહ પરમાર અને જિલ્લા કલેકટર દ્વારા સાંભળવામાં આવી હતી અને યોગ્ય પગલાં લેવા તેમજ દીપડાને પાંજરે પૂરવા માટેનું આયોજન વધુ સઘન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં ગોયાસુંડલ અને કાંટાવેડા ગામે થયેલા હુમલામાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનોને રૂપિયા. ૪ લાખની મરણોત્તર સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ દીપડાને પકડવા માટે વનવિભાગ દ્વારા અલગ-અલગ ટીમ બનાવીને પાંજરા મુકવા સહિતની કામગીરી હાથ ધરાઈ છે.  ટ્રાન્કવીલાઈઝ કરીને પકડવા સહિતના વિકલ્પો વિશે પણ પ્રયાસો કરાઈ રહ્યા છે. તેમણે ટૂંક સમયમાં દીપડાને પાંજરે પુરી ગ્રામજનોને તેના આતંકથી મુક્તિ અપાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય કેટલાક વિસ્તારોને લોકેટ કરીને વધુ પાંજરા ગોઠવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.