ગોધરા તાલુકાના મહેલોલ નજીક ભલાણીયા ગ્રામ પંચાયત ના સરદારપુરામાં રાત્રી ના સમયે 4 યુવાનો પર જંગલી હિંસક પ્રાણી નો હુમલો

ગોધરા તાલુકાના મહેલોલ નજીક ભલાણીયા ગ્રામ પંચાયત ના સરદારપુરામાં રાત્રી ના સમયે 4 યુવાનો પર જંગલી હિંસક પ્રાણી નો હુમલો
ગોધરા તાલુકાના મહેલોલ નજીક ભલાણીયા ગ્રામ પંચાયત ના સરદારપુરામાં રાત્રી ના સમયે 4 યુવાનો પર જંગલી હિંસક પ્રાણી નો હુમલો

પ્રણવ પટેલ

ગોધરા તાલુકાના મહેલોલ નજીક ભલાણીયા ગ્રામ પંચાયત ના સરદારપુરામાં  રાત્રીના સમયે  ૧૦ થી ૧૨ ના ગાળામા  ચાર યુવાનો ની ઉપર જંગલી પશુએ હિંસક હુમલો કરતાં 
જેમાં એક ઈસમને કાન ઉપર હુમલો કર્યો છે જેને કાન ઉપર સોળ ટાંકા આવ્યા છે, બીજા ઇસમને નાક ઉપર, ત્રીજા ઈસમને પગ ઉપર અને ચોથા ઈસમને ખભા ઉપર આ જંગલી પશુએ હુમલો કર્યો છે. તેથી આ વિસ્તારમાં લોકો માં ભય નો માહોલ ઉભો થયો છે. લોકો ભયભીત બનીને રાત્રે બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.
સદર બનાવની જાણ આમ આદમી પાર્ટી પંચમહાલ જિલ્લાના પ્રમુખ દિનેશ બારીઆ ને થતા ભોગ બનેલા ઇસમોની મુલાકાત લીધી હતી અને તેઓના ખબર અંતર પૂછ્યા હતા. તેઓના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. અને તમામને ઈજાગ્રસ્તોને દવાખાને જવાની અને ઇલાજ કરાવી લેવાની જરૂર છે તેમ જણાવ્યું હતું. કોઈ હિંસક પ્રાણી ના જીવાણું શરીરમાં ગયાં હોય અને ભવિષ્યમાં કોઈ બીજી તકલીફ ઉભી ના થાય તેથી ડૉક્ટરી ઈલાજ કરાવી લેવો જરૂરી છે તેમ જણાવ્યું હતું.
આ તમામ ઈજાગ્રસ્તોના ઘરો એકદમ કાચા અને ઘરમાં દરવાજા પણ નથી તેવી હાલતમાં છે. સુરક્ષા નો પ્રશ્ન છે. લોકો ઘરમાં ઊંઘે તો પણ સુરક્ષિત નથી ત્યારે વન વિભાગ દ્વારા આ ઘટના ને તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લેવી જોઈએ અને આ હિંસક પ્રાણી કયું છે તે તપાસ કરી તેનો ઉકેલ લાવવો જોઈએ એમ જણાવી પ્રમુખ દિનેશ બારીઆએ આ ઘટના ને ગોધરા વન વિભાગ અને મિડિયામાં જાણ કરવાની ખાતરી આપી હતી.
ઈજાગ્રસ્તો સાથે વાતચીત કરતા આ હિંસક પ્રાણી કયું હતું એ સ્પષ્ટ કરી શકાતું નથી તેથી વન વિભાગ ની મદદ ની જરૂર ઉભી થઇ છે.
અને આ અસરગ્રસ્તોને યોગ્ય મદદ અને સારવાર મળે એ તંત્ર એ કરવું જોઈએ એમ પણ જણાવ્યું હતું.
મુલાકાત માટે આમ આદમી પાર્ટી પંચમહાલ જિલ્લાના પ્રમુખ  દિનેશ બારીઆ ની સાથે ગોધરા તાલુકા પ્રમુખ  ગોપાલભાઈ પટેલ પણ સાથે હાજર રહ્યા હતા.