ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ વચ્ચે એકેડેમીક કો-ઓપરેશન માટે કરાર કરાયા

ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશનર શ્રીયુત એલેક્સ એલિસની વિશેષ ઉપસ્થિતિ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને બ્રિટનના સ્કોલેન્ડ સ્થિત યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ વચ્ચે એકેડેમીક કો-ઓપરેશન માટે કરાર કરાયા હતા. 
આ શૈક્ષણિક આદાન-પ્રદાન અંગેના કરાર પ્રસંગે ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશનર શ્રીયુત એલેક્સ ડબલ્યુ એલિડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 
મુખ્યમંત્રી રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, બાયોટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતમાં અને ભારતમાં શૈક્ષણિક શંસોધન અને રોકાણની તકો, બાયોટેકનોલોજી દ્વારા હેલ્થ કેરમાં નવીન સંશોધન અને તેના દ્વારા ઉકેલ, કૃષિ, પર્યાવરણ અને ઉદ્યોગોમાં પ્રગતિ માટે બાયોટેકનોલોજીની ઉપયોગિતા ઉપર ભાર મૂક્યો હતો.
તેમણે કહ્યું હતું કે, ગુજરાત ફાર્મા ઉદ્યોગ મજબૂત હબ છે, તેનો બાયોફાર્મા અને એગ્રીકલ્ચર બાયોટેક ક્ષેત્રે ઉપયોગ કરી શકાય. ગુજરાત સરકારે શરૂઆતથી બાયોટેકનોલોજીના વિકાસ માટે વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ વચ્ચે શૈક્ષણિક કરારથી આંતરપ્રિનયરશીપ એન્ડ ઇનોવેશન, બાયોટેક ક્ષેત્રે શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો તૈયાર કરવા તેમજ આ ક્ષેત્રે વિવિધ ઉત્પાદન અને તેના ઉકેલમાં ભાવિ ભારત અને વિશ્વ માટે મહત્વની ભૂમિકા ભજવશે તેમ જણાવી મુખ્યમંત્રી એ ગુજરાત બાયોટેકનોલોકી યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ એડિનબર્ગને અભિનંદન આપ્યા હતા. 
GBUના ડાયરેક્ટર જનરલશ્રી હરીત શુક્લાએ સ્વાગત પ્રવચન તેમજ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના વાઇસ ચાન્સેલર પ્રો. પીટર માથિસને આભારવિધિ કરી હતી. 
આ પ્રસંગે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ના સચિવ અશ્વિનીકુમાર તેમજ કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ તેમજ બ્રિટિશ હાઇ કમિશનરના રાજદ્વારીઓ, યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના અધ્યાપકો ઇ-માધ્યમથી જોડાયા હતા.